સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ફાસ્ટ ટ્રેક પ્રમોશન યોજના હેઠળ દાહોદ ખાતે એન.ડી.બિદારકર ને તા.૨૨.૧૨.૨૦૨૩ ના રોજ કાર્યપાલક તરીકેનો ઓર્ડર આપવામાં આવેલ હતો. પરંતુ MGVCL ના વર્તુળમાં છુપા ગણગણાટ મુજબ આ અધિકારીને ફાસ્ટ ટ્રેક યોજનામાં વડોદરા ખાતે પોસ્ટીગ લેવામાં રસ હોવાથી ઓર્ડરની શરતો નો ભંગ કરી તા. ૩૧.૧૨.૨૦૨૩ સુધીમાં દાહોદ હાજર થયેલ નથી.
આજ સુધી મહિલા ઈજનેર સહિત બીજા ઈજનેરોના કિસ્સામાં બે દિવસમાં હાજર થવા કે પ્રમોશન જતું કરવા એચ.આર. શાખા તરફથી દબાણ કરવામાં આવ્યું છે. તો આ કિસ્સામાં કુણુ વલણ રાખી વહાલા દવલાની નીતિ ઈકતિયાર કરવાનું કારણ MGVCL દાહોદ થી વડોદરા રેન્જમાં આવતા અધિકરીઓને સમજાતું નથી અને આનો અંદરથી વિરોધ વધી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.
વધુમાં કર્મચારીઓની માંગ છે કે ફાસ્ટ ટ્રેક પ્રમોશન તા. ૩૧.૧૨.૨૦૨૩ સુધી જ આપી શકાય તેવું હોવાથી આ અધિકારીનો ઓર્ડર રદ થાય તે અંગે માંગણી ઉઠવા પામી છે. એટલે તત્કાલીન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે ગંભીરતા દાખવી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે તેવી કર્મચારીઓની માંગણી છે.