Keyur Parmar Dahod
દાહોદ ની ટ્રાફિક સમસ્યા નો 90 ટકા દાહોદ ટાઉન P.I R.H.BHATT એ દાહોદ પ્રમુખ સયુક્તાબેન મોદીના સુચન થી વનવે નો કડક અમલ કરાવી પાછલા 15 થી 20 દિવસોમાં દાહોદ ની વષો જૂની ટ્રાફિકની સમસ્યાનો અંત આણ્યો હતો. અને આ વનવે ના અમલથી દાહોદ વાસિયો ખુશ પણ છે કારણ કે દાહોદ ભગીની સમાજ થી લઈને દાહોદના રસ્તા ઉપર વેહલી સવારથી સાંજ સુધી આડે ધડ મોટા વાહનોના લીધે ખુબ ટ્રાફિક થતો હતો જે સદંતર વનવે અમલમાં મુકાયો ત્યારથી બંધ થયો.
પરંતુ દાહોદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચાર દિવસથી પાલિકામાં બઝાર અને અમુક ચોક્કસ વિસ્તારોમાં ટ્રાફિક ની કામગીરી સારી રીતે થાય તે હેતુથી સફેદ લાઈન માર્ક કરવાનું કીધું હોવા છતાં. આ બાબતે પાલિકા સત્તા ધીસોએ ધ્યાન આપ્યું નહિ. જેથી આજે દાહોદ ટ્રાફિક ડ્રાઈવ માટે નીકળેલા દાહોદ ટાઉન P.I R.H.BHATT દ્વારા નગરપાલિકા ની આસપાસ અને નગરપાલિકા ની બહાર પડેલી તમામ દ્વિચક્રી વહોને ને દંડ ફટકાર્યો હતો.
ઓફીસના કામકાજના દિવસે પણ પાલિકાની બહાર રવિવાર જેવો માહોલ ખડો થયો હતો
આ વાહનો ટોઈંગ કરતી વખતે દાહોદ પાલિકા ના કેટલાક કાઉનસીલારો તેમજ પાલિકાના કર્માંચારીયોના વાહનો લઇ જવામાં આવ્યા હતા. આ સમયે પોલીસ અધિકારી અને નેતાઓએ વચ્ચે ચકમક ઝરી હતી પરંતુ આ ટાઉન P.I R.H.BHATT એ કોઈની પણ સેહ શરમ રાખ્યા વગર તમામ ગાડિયો ને દંડ ફટકાર્યો હતો. અને આ ઘટનાથી હાલના સુધારાઈ સદસ્યો કદાચ હવે થોડું મેળવી અને શીખ લે તો શારુ કેમકે દાહોદમાં જો પાલિકાના સભ્યો માટેજ પાર્કિંગના હોય તો લોકો ની કેવી હાલત થતી હશે. અને એમાં પણ બહારથી આવનાર વ્યક્તિ કે જે ધંધા રોજગાર માટે કે ખરીદી માટે આવતો હશે એને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે એ કદાચ આજે આ સભ્યો ને ભાન થયું હશે. અને હવે ભવિષ્ય માટે પણ આ યાદ રાખી ને આગળ પાર્કિંગ અને ટ્રાફિક માટે પાલિકા સહયોગ આપે તેવી દાહોદના લોકે ને આશા છે.