દાહોદ પ્રાંત અધિકારી એન.બી. રાજપૂત દ્વારા દાહોદના અલગ અલગ વિસ્તારના મતદાન યાદી સુધારણા મથકોની મુલાકાત લેવામાં આવી અને તેઓએ ત્યાં હાજર રહેલ અધિકારીઓને વધુમાં વધુ મતદાન અર્થે ફોર્મ નં – 6 ભરવા જણાવ્યુ હતું તેમજ જે લોકોના પરિવારમાં મરણ થઈ ગયેલ હોય તેવા મતદારોના નામ કમી કરવા પણ જણાવ્યું હતું.
દાહોદ પ્રાંત અધિકારી (SDM) એન.બી. રાજપૂતે જણાવ્યું હતું કે હવે તા.૦૨/૧૨/૨૦૨૩ અને તા.૦૩/૧૨/૨૦૨૩ નાં રોજ મતદાર યાદીમાં નામ સુધારવામાં આવશે. તથા જે વ્યક્તિની ઉમર તા.૦૧/૦૧/૨૦૨૪ નાં રોજ ૧૮ વર્ષ પૂરા થતા હશે તેઓના નામ પણ ઉમેરવામાં આવશે. અને વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કામો માટે નીચે મુજબના ફોર્મ ભરવાની આવશ્યકતા રહે છે. જેમાં : (૧) ફોર્મ નં. 6 : મતદાર યાદીમા નવુ નામ દાખલ કરવા માટે આ ફોર્મ ભરવામા આવે છે. (૨) ફોર્મ નં. 6(B) : ચુંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરાવવા માટે આ ફોર્મ ભરવામા આવે છે. (૩) ફોર્મ નં. 7 : મતદાર યાદિ માથી નામ કમી કરાવવા માટે આ ફોર્મ ભરવામા આવે છે. (૪) ફોર્મ નં.8 : મતદાર યાદિમા નોંધાયેલી વિગતો સુધારવા માટે આ ફોર્મ ભરવામા આવે.