HIMANSHU PATEL – LIMKHEDA
લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં પાટીદાર સમાજ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવરાત્રી દરમ્યાન નવ દિવસ ગરબા તથા આઠમના દિવસે ૧૦૮ દીવા આરતી નું ભવ્ય આયોજન કરવા માં આવ્યું હતું . આ કાર્યક્રમમાં ગરબે રમતા ખેલૈયાઑ માટે તથા ગરબા નિહાળતા લોકો માટે દરરોજ નાસ્તાની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી, તથા લાણી પણ દરરોજ આપવામાં આવતી હતી. આઠમના દિવસે ૧૦૮ દીવાની આરતી રાખવામાં આવી હતી. જેમાં ગામમાથી મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે . આઠમા નોરતે માનનીય કેન્દ્રિય મંત્રી જશવંત શિહ ભભોર સાહેબ પોતાના આદર્શ ગામ ના નવરાત્રી મહોત્સવની મુલાકાત કરી માં જગદંબા ના ચરણો માં શિષ નમાવી ધન્યતા અનુભવી . પાટીદાર સમાજ દ્વારા ખુબજ સુંદર આયોજન દર વર્ષે કરવા માં આવે છે.