પોલીસે ડુપ્લીકેટ 500 ના દરની ચલણની નોટો સહિત પ્રિન્ટર મશીન મોબાઈલ તેમજ એક અસલી 500 ના નોટ ઝડપી પાડયુ. ઓનલાઇન ડુપ્લીકેટ નોટ બનાવવાની રીત જાણી યુવકે 500 ના દરની કલર પ્રિન્ટ કાઢી.
દેવગઢ બારીયા નગરમાં એક યુવક ડુપ્લીકેટ 500ના દરની નોટો લઈ ખરીદી કરવા આવવાની બાતમીના આધારે પોલીસે 18 વર્ષીય યુવકને દબોચી લઈ પૂછપરછ કરતા યુવકે તેનું નામ પ્રિયજિતસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ રહે સેવાનિયા તાલુકો દેવગઢબારિયા જિલ્લો દાહોદ હાલ રહે દેવગઢ બારીયા નગરના શિવમ રેસીડેન્સીમાં ભાડાનું મકાનમાં શેની તપાસ હાથ ધરતા એ યુવકના ખિસ્સામાંથી 500ના દરની ડુપ્લીકેટ ચલણી નોટ મળી આવી હતી. જેને લઇ તેને વધુ પૂછપરછ કરતા યુવક ના ભાડાના મકાનમાં તપાસ કરતા ત્યાંથી પોલીસને 500ના દરની એક જ સીરીયલ નંબરની કલર પ્રિન્ટ કાઢેલી 189 નંગ નોટો પોલીસને મળી આવતા પોલીસે પૂછપરછ કરતા તેને ઓનલાઈન ડુપ્લીકેટ નોટ બનાવવાની રીત જાણી તેને આ કલર પ્રિન્ટર નો ઉપયોગ કરી ડુપ્લીકેટ નોટો બનાવી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે એક 500ના દરની અસલી નોટ સહિત 189 ડુપ્લીકેટ નોટો તેમજ કલર પ્રિન્ટર મોબાઈલ ફોન કબજે લઈ તે યુવકની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે હાલ દશેરાના મેળાની આડમાં આવી કેટલી ડુપ્લીકેટ ચલણી નોટો બજારમાં ફરતી થશે તેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.