દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના દેવગઢ બારીઆ ઘટક – ૧ નાં તમામ કાર્યકર બેનોને BRC ભવન ખાતે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય તાલીમ આપવામાં આવી હતી. જે દરમ્યાન કાર્યકર બહેનોને પોષણ સંગમ કાર્યક્રમ વિશે CDPO એમીબેન પરમાર તથા મુખ્ય સેવિકાઓ દ્વારા પોષણ સંગમ કાર્યક્રમની ટેસ્ટ, CMAM અને EGF કાર્યક્રમના ૧૦ પગલાં, SAM, MAM અને SUW બાળકોનું મોનીટરીંગ તથા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
એ સાથે પોષણ સંગમ કાર્યક્રમની માર્ગદર્શિકા, પોષણ સંગમ કાર્ડ -૧ (EGF કાર્ડ) તથા પોષણ સંગમ કાર્ડ-૨ (CMAM કાર્ડ) ની વિગતે સમજ આપવામાં આવી હતી. તેમજ વર્કરોને પોષણ સંગમ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.