EDITORIAL DESK – DAHOD
દાહોદ જીલ્લામાં આગામી તા.૨૬મી જાન્યુઆરી રાષ્ટ્રના ૬૯મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી દે.બારીઆના પંચેલા ખાતે થનાર છે. આ પ્રસંગે રાજ્યના, સામાજિક ન્યાય અને અધિકારિતા (અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત) વિભાગના મંત્રીશ્રી ઇશ્વરભાઇ રમણભાઇ પરમાર ત્રિરંગો સવારે ૯(૦૦ કલાકે લહેરાવશે, ત્યારે રાષ્ટ્રગીત વગાડવામાં આવશે.
મંત્રીશ્રી ત્રિરંગો લહેરાવ્યા બાદ ૯(૦૦ થી ૯(૧૫ કલાક સુધી પરેડની સલામી, નિરીક્ષણ તથા ટેબ્લો નિદર્શન કરશે, ૯(૧૫ થી ૯(૪૫ કલાક સુધી ઉદ્દબોધન કરશે, , ૯(૪૫ થી ૯(૫૦ કલાક સુધી મંત્રીશ્રી દ્રારા સ્વાતંત્ર્ય સેનાનીશ્રીઓનું અભિવાદન કરશે, ૯(૫૦ થી૧૦(૫૫ કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે, ૧૦(૫૫ થી ૧૧(૧૫ કલાક સુધી ઇનામ વિતરણ,રાષ્ટ્રગીત ગવાશે અને ત્યારબાદ સમારંભ પૂર્ણ થશે અને છેલ્લે સવારના ૧૧(૧૫ થી ૧૧(૩૦ કલાક સુધી મહાનુભાવશ્રીઓ દ્રારા વુક્ષારોપણ કરવામાં આવશે તો આ રાષ્ટ્રીય પર્વમાં દાહોદ જિલ્લાના તમામ નાગરિકોને જિલ્લા કલેકટરશ્રીજે.રંજીથકુમારે ઉત્સાહભેર જોડાવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું છે.