કોલેજના વિદ્યાર્થીઓનું ચેકઅપ કરી રોગો વિશેની જાણકારી આપવામાં આવી
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની વાય. એસ. આર્ટ્સ અને કે. એસ. શાહ કોમર્સ કોલેજ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તેમજ રોગચાળા નિયંત્રણ અધિકારી (EMO) ડૉ નયન જોશી, તાલુકા આરોગ્ય અધિકારી ડો.કલ્પેશ બારીયાના દિશા દર્શન મુજબ સિકલસેલ એનીમિયા કંટ્રોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમ્યાન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સિકલસેલ પ્રોગ્રામ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, ઉપરાંત હાજર રહેલ વિદ્યાર્થીઓની સિકલસેલ અને બ્લડ ગ્રુપની તપાસ કરવામાં આવી હતી. એ સાથે રકતદાન વિશે પણ વિદ્યાર્થીઓને વિસ્તાર પૂર્વક સમજ આપવામાં આવી હતી. આ સિકલસેલ તપાસણી અભિયાનમાં કોલેજના આચાર્ય, NCC, NSS, કોલેજ વુમન્સ ડેવલોપમેન્ટ સેલ વિભાગ તથા સ્ટાફ, દેવગઢ બારિયા અર્બનના મેડિકલ ઓફિસર ડૉ. હાર્દિક વ્યાસ, PHC ખાતેથી લેબોરેટરી ટેકનીશ્યન, સિકલસેલ કાઉન્સિલર, RKSK કાઉન્સિલર, MPHS, CHO, FHW અને ASHA દ્વારા લગભગ ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓની તપાસ કરીને આ કાર્યકમને સફળ બનાવવામાં આવ્યો હતો.