Wednesday, January 22, 2025
Google search engine
HomeDev Baria - દેવ.બારીયાદેવગઢ બારીયામાં 4 ના મોત અને 9 ગંભીર

દેવગઢ બારીયામાં 4 ના મોત અને 9 ગંભીર

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ભુલવણ ગામે ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાયો. ભુલવણ ગામે ધાર્મિક કાર્યક્રમમાં જમ્યા પછી અચાનક 4 લોકોના મૃત્યુ થયા અને 9 લોકોની હાલત ગંભીર છે. આ 9 ગંભીર લોકોને હાલમાં દેવગઢ બારિયા ખાતેની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 2 અતિગંભીર હતા તેમને વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા છે અને તેમની ત્યાં સારવાર પણ શરૂ કરવામાં આવી રહી છે. આ બાબતથી જાણ થતા સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ફૂડના સેમ્પલ લીધા હતા. બીજી બાજુ હોસ્પિટલમાં 4 મૃતકોના પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પીએમ બાદ ખબર પડી શકશે કે મૃત્યુનું કારણ હકીકત શું છે ? ફૂડ પોઈઝનીંગ છે કે કંઈક બીજું છે ? તે પોસ્ટમોર્ટમ અને ફૂડના સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે, પરંતુ હાલ તેમને ફૂડ પોઇઝનિંગ હોય તેમ માની તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ બાબતે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી અને તપાસ ચલાવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments