
૩૦ મે,૨૦૨૩ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાને માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર અને ૯ વર્ષ પુર્ણ થયા હતા .આ પ્રસંગે ૩૦ મે થી ૩૦ જુન ૨૦૨૩ સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જીલ્લા, મંડળ, શક્તિકેન્દ્ર અને બુથ ઉપર આયોજીત કરવામાં આવી રહ્યા છે તથા વિશેષ જનસંપર્ક અભિયાન લોકસભા ક્ષેત્રોમાં યોજવામાં આવી રહ્યા છે જેના ભાગ રૂપે આજે 134 દેવગઢ બારિયા વિધાનસભા નું વિશાળ લાભાર્થી સંમેલન દેવગઢ બારીયા શહેરમાં આવેલ સ્વ.જયદીપસિંહ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ઉપર યોજાયું હતું
આ પ્રસંગે દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર એ મોદી સરકારના નવ વર્ષની ઉપલબ્ધિઓ જણાવતા કહ્યું હતું કે આપડા દેશના વડા પ્રધાન અને વિકાસ પુરુષ નરેન્દ્ર મોદી દ્વારા દેશની વર્ષોથી લંબિત હોય તેવી કાશ્મીરની સમસ્યા 370મી કલમ દૂર કરી, શ્રી રામ મંદિર નિર્માણ નું કરી શરૂ કરવી દીધું, દેશને નવી ઐતિહાસિક નવું સાંસદ ભવન ની ભેટ આપી, દાહોદના રેલવે લોકોમોટીવ વર્કશોપમાં 26 હજાર કરોડના ખર્ચે 9000 HP લોકો એન્જિન માટે ફાળવી દેવાયા છે. જેનું યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ગરીબ, શોષિત અને વંચિતોના કલ્યાણ માટે સમર્પિત છે.
આ પ્રસંગે રાજ્ય પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઇ ખાબડ એ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાને કડાણા નું પાણી હોય કે હાફેશ્વરનું પાણી હોય મોદી સરકાર, આપણા સાંસદ જસવંતસિંહ ભાભોર અને ગુજરાતના મુખ્યમંત્રીની મદદ થી કરોડો રૂપિયાની યોજનાઓ મળી છે તદુપરાંત અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના કામો થયા છે અને તદુપરાંત પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ, માં કાર્ડ, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, ફ્રી રાશન, ગરીબ કલ્યાણ યોજનાઓ, વેક્સીન, વગેરે યોજનાઓના લાભાર્થીઓ નું સંમેલન યોજાયું હતું જેમાં દેવગઢ બારીયા તાલુકાના તમામ મોરચાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.