Thursday, January 23, 2025
Google search engine
HomeOur Government - આપણી સરકારદેવગઢ બારીયા ખાતે ૧૨ મો બે દિવસીય ગ્રામિણ ઓલિમ્પિક યોજાયો

દેવગઢ બારીયા ખાતે ૧૨ મો બે દિવસીય ગ્રામિણ ઓલિમ્પિક યોજાયો

 

NewsTok24 – Desk

DSC_9440

ગ્રામિણ રમતોને ઉજાગર કરવા માટેનુ માધ્યમ એટલે ગ્રામિણ ઓલિમ્પિક

દાહોદઃ-ગુરુવારઃ રાજય સરકારના રમત- ગમત, યુવા સાંસ્કૃત્તિક પ્રવૃતિ વિભાગ હસ્તકના સપોર્ટસ્ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા  દાહોદ જિલ્‍લાના દેવગઢબારીયા, સ્વ. જયદીપસિંહજી રમત-ગમત સંકુલ ખાતે ૧૨ મો ગ્રામિણ ઓલિમ્પિક રાજયના મત્સ્‍યોધોગ અને વન – પર્યાવરણ રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ અને સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો.
DSC_9407 (1)

 

 

 

 

દેવગઢબારીયા રમતગમત સંકુલ રાજયનું પ્રથમ નંબરનું અધ્યતન સુવિધાયુકત રમગમત સંકુલ છે.

આદિવાસી લોકોમાં પડેલી તાકાતને ખેલ મારફતે બહાર લાવવાનો રાજય સરકારનો પ્રયાસ છે.

                                           -વન-પર્યાવરણ અને મત્સ્યોધોગ રાજય મંત્રી  બચુભાઇ ખાબડ

               ગ્રામિણ ઓલિમ્પિકને દીપપ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકતાં વન – પર્યાવરણ રાજય મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, દેવગઢબારીયા રમત ગમત માટે દેશમાં પ્રખ્યાત છે. રાજય સરકાર દ્વારા રમત ગમત સંકુલના વિકાસ માટે ૩૦ કરોડ જેટલો ખર્ચ કરી મફત રહેવા, જમવા સાથે, આંતરરાષ્‍ટ્રીય કક્ષાની રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં પ્રતિભાશાળી ખેલાડીઓને પોતાનું કૌવત, કૌશલ્ય બતાવવાવનો મોકો મળ્યો છે. આગામી દિવસોમાં રાજય સરકાર દ્વારા ૧૦૦ કરોડના ખર્ચે ખેલાડી ભાઇ – બહેનો માટે રહેવા, જમવા સાથેની અધતન હોસ્ટેલનું નિર્માણ થશે. આ સંકુલમાં પ્રવેશ માટે કોઇ જાતિ ભેદભાવ રખાતો નથી ખેલાડીની પ્રતિભાને ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યારે વધુને વધુ આદિવાસી બાળકો આ યોજનાનો લાભ લે તેવી શ્રી ખાબડે અપેક્ષા વ્યકત કરી હતી.

વધુમાં શ્રી ખાબડે જણાવ્યું કે ગત વર્ષે આવા ગ્રામિણ ઓલિમ્પિકમાં ૫૭૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લઇ ૧૪૦ જેટલા મેડલ પ્રાપ્‍્ત કર્યાં હતાં. જે આ સંકુલમાં રાજય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલી સુવિધાઓ અને નિષ્‍ણાત કોચો દ્વારા વૈજ્ઞાનિક ઢબે અપાતી તાલીમોના ફાળે જાય છે.

રાજયના મુખ્યમંત્રીશ્રીમતી આનંદીબેન પટેલે ડીજીટલ ઇનડીયા અંતર્ગત ૧૮ જેટલી ચેનલોનું લોન્ચીંગ કર્યું છે. જેમાં ખેલાડીઓના માર્ગદર્શન માટે એક અલાયદી ચેનલ શરૂ કરવામાં આવી છે. યુવા સ્વાવલંબન

(૨)

અંતર્ગત વિધાર્થીર્ઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે તે માટેના ૧૦૦૦ કરોડના પેકેજની સમજ આપી તેનો જાગૃત થઇ લાભ લેવા સાથે ઉચ્ચ કારકિર્દી પ્રાપ્‍્ત કરવા ખેલાડીઓનેશ્રી ખાબડે પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.

આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગતિશીલ ગુજરાતના પ્રણેતા મુખ્ય મંત્રીશ્રીમતી આનંદીબેન પટેલે ખેલ મહાકુંભ જેવા નવતર અભિગમ થકી રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓને પોતાની પ્રતિભાઓને બહાર લાવવાનો મોકો પુરો પાડ્યો. સાથે રાજય સરકાર દ્વારા ૨૧ કરોડ જેવી માતબર રકમના ખર્ચે તૈયાર થયેલું  મેદાન, હોસ્ટેલ, રમતગમતના અધ્યતન સાધનો, રહેવા જમવા ગણવેશની મફત સુવિધા સાથેનું રમતગમત સંકુલ પુરું પડાયું છે. ત્યારે ખેલાડીઓ પોતાની પ્રતિભાઓને તન –મન- ધનથી બહાર લાવી રાજય સરકારના સ્વપ્નને સાર્થક કરે તેવીશ્રી ભાભોરે અપેક્ષા વ્યક્ત કરી હતી.

DSC_9411

આ પ્રસંગે વિવિધ રમતોમાં વિજેતા થયેલા રમતવીરોનું મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ઇનામ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાથે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન પેકેજની જાણકારી આપતા પેમ્પલેટનું ખેલાડીઓ તથા વિધાર્થીઓને મંત્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ધારા સભ્યશ્રી તુષારબાબાએ રમત-ગમત સંકુલની ઉત્તરોત્તર થઇ રહેલી પ્રગતિની જાણકારી આપી હતી. સ્વાગત પ્રવચન પ્રાંત અિધકારીશ્રી જે.કે.જાદવે તથા આભારવિધિ જિલ્લા રમતગમત અધિકારીશ્રી પ્રકાશ કલાસવાએ કરી હતી.

આ પ્રસંગે પૂર્વ રાજય રમત – ગમત મંત્રી શ્રીમતિ ઉર્વશીદેવી, નગરપાલિકા પ્રમુખ ર્ડા. ચાર્મીબેન સોની, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અશોકભાઇ સુથાર, દે.બારીયા તાલુકા પ્રમુખ શ્રી અમરસિંહ રાઠવા, રમતગમત સંકુલના સિનિયર કોચ શ્રી એસ.કે.ડામોર તથા અન્ય અગ્રણીઓ, નગરજનો, મોટી સંખ્યામાં ખેલાડી ભાઇ- બહેનો તથા અન્ય અગ્રણીઓની ઉપસ્‍થિતિ રહ્યા હતા. .

DSC_9335

આ ગ્રામિણ ઓલિમ્પિક રમતોમાં ૧૬ વર્ષથી ઉપરની ઉમંરના ભાઇઓ-બહેનો માટેની દોડ, ગોફણફેંક, ગિલ્‍લોલ, તીરંદાજી, રસ્‍સાખેંચ, ગેડીદડો, કબડૃી –ખો-ખો, સાયકલ પોલો જેવી રમતોમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખાસ કરીને ઓપનમાં ૨૦૦ જેટલા આદિવાસી લોકોએ તેમની પરંપરાગત રમત તીરંદાજી અને ગોંફણફેંક જેવી રમતોમાં ભાગ લીધો હતો. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments