- આ રમત-ગમત સંકુલ પરથી ૬૭ જેટલા ખેલાડીઓએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતોમાં વિજય મેળવી દેશનું નામ રોશન કર્યુ છે.
- દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના વિસ્તારોમાં વસતા આદિવાસી પછાત સમુદાયમાં રહેલી શક્તિઓને બહાર લાવવા સાથે ગ્રામિણ ક્ષેત્રોમાં રમાતી રમતોને મેદાન પર લાવવા માટે ગ્રામિણ ઓલિમ્પિકનું આયોજન કર્યુ હતું. : કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર
- દેવગઢબારીયા ખાતે યોજાયેલ ૧૫ મા ગ્રામિણ ઓલિમ્પિકમાં ૮૫૪૨૪ ખેલાડીઓએ ભાગ લીધો.
ગુજરાત સરકારના રમતગમત, યુવા સાંસસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા બે દિવસીય ૧૫ મો ગ્રામિણ ઓલિમ્પિક – ૨૦૧૮ ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના સ્વ. જયદિપસિંહજી જિલ્લા રમતગમત સંકુલ, દેવગઢબારીયા ખાતે યોજાયો હતો.
દીપપ્રાગટ્ય સાથે અધ્યક્ષસ્થાનેથી ૧૫ મા ગ્રામિણ ઓલિમ્પિક – ૨૦૧૮ને ખુલ્લો મૂકતાં કેન્દ્રીય આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું રાજ્યના તત્કાલિન મુખ્ય મંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના વિસ્તારોમાં વસતા આદિવાસી પછાત સમુદાયમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે અને ગ્રામિણ ક્ષેત્રોમાં રમાતી ગેડી દડો, રસ્સા ખેંચ, ગોફણ ફેંક, ગીલ્લોલ, તિરંદાજી, કબડ્ડી, માટલા દોડ, ખો-ખો, દોડ, કુદ જેવી ભુલાતી જતી પ્રચલિત, પરંપરાગત અને દેશી રમતોને મેદાન પર લાવવા માટે ૨૦૦૪ થી દશેરાના મેળામાં પ્રથમ ગ્રામિણ ઓલિમ્પિકનું આયોજન કર્યુ હતું. આજે “રમશે ગુજરાત” “ખેલે ઇન્ડીયા” દ્વારા ખેલાડીઓને મેદાન પર લાવવા માટે પ્રયાસો કર્યા છે. રાજ્ય સરકારે ખુબ મોટું બજેટ ફાળવી સ્પોર્ટસ કોમ્પલેક્ષને વિકસાવવામાં આવ્યુ છે. જે દેશમાં પ્રથમ કક્ષાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ તરીકે પ્રખ્યાત છે. ખેલાડીઓને તમામ સુવિધા ઉપલબ્ધ થાય તે માટેના અધતન સુવિધાયુકત ભવનોનું અંદાજીત રૂા. ૨૦ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં કન્યા ખેલાડીઓ માટેની ગર્લ્સ હોસ્ટેલનું પણ આગામી ટુંકા ગાળામાં લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. તેમ જણાવતા આ રમત-ગમત સંકુલ પરથી ૬૭ જેટલા ખેલાડીઓએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતોમાં વિજય મેળવી દેશનું નામ રોશન કર્યુ છે તેમ જણાવતા તાજેતરમાં ડાંગની આદિવાસી પરીવારની દિકરી સરીતા ગાયકવાડે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલો મેળવી દેશનું નામ રોશન કર્યું છે. આ સંકુલ પરથી આ વિસ્તારના ઘણા રમતવીરોએ જુદી જુદી રમતોમાં વિજય મેળવી દેવગઢબારીયા સ્પોર્ટસ સંકુલનું નામ રોશન કર્યુ છે. તેમ ભૂતપૂર્વ વિજેતા ખેલાડીઓને મંત્રીશ્રી ભાભોરે યાદ કરી રાજ્યનું અને દેવગઢબારીયાનું ગૌરવ વધાર્યુ છે તેમ જણાવતા કેન્દ્ર સરકાર દ્વારા રમતગમત માટે ૨૧૯૬ કરોડની માતબર જોગવાઇ કરી છે. તેનો આ તબક્કે ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે સ્વ. મહારાજા જયદિપસિંહજીએ ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા પુરી પાડેલ સંકુલની જગ્યા અને તેમના રમતગમત પરત્વેના આગવા પ્રદાનને યાદ કર્યા હતા. દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના મુખ્ય મંત્રી કાર્યકાળ દરમિયાન અન્ય ક્ષેત્રોના વિકાસની સાથે રમતગમત ક્ષેત્રના વિકાસ માટે ગ્રામિણ રમતો અને ખેલ મહાકુંભ જેવા નવતર અભિગમો થકી ખેલાડીઓને રમતગમત પરત્વે નવી દિશા બતાવી હતી. રાજ્ય સરકારના પ્રયાસોથી આજે દેવગઢબારીયા રમતગમત સંકુલ ખેલાડીઓને પોતાની શક્તિઓ બહાર લાવી શકે તેવા અધતન સુવિધાઓ સાથેના મેદાનો, સ્વીમીંગપુલો સાથે બાળકો ૨૪ જેટલી રમગમતની સાથે શિક્ષણ મેળવી શકે તેવા નિવાસી હોસ્ટેલો સાથેના સુવિધાયુક્ત ભવનોનું નિર્માણ કરવામાં છે.ગત વર્ષે ગ્રામિણ ઓલિમ્પિકમાં ૮૨૭૨ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. દાહોદ જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૧૮માં ૧૦૨૭૦૯ ખેલાડીઓનું ઓનલાઇન રજીસ્ટ્રેશન થયેલ છે. હાલમાં સરકારશ્રી દ્વારા ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કુલ સ્કીમ શરૂ કરી છે. જેમાં ૩૪૮ જેટલા કેમાર કન્યાઓ નિષ્ણાત ઢબે તાલીમ મેવી રહ્યા છે. તેમ જણાવતા કુ. શ્રધ્ધા બારીયા અને શ્રી અજીતકુમારે દોડમાં વિજય હાસલ કરી રાષ્ટ્રીય કક્ષાએ દેવગઢબારીયાનું નામ રોશન કર્યું છે તેનો રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના સચિવ ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગ્રામિણ રમતોને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે તે %