કપાળ પર બિંદીની જેમ મતદાનનું આંગળી પરનું શાહીનું નિશાન પણ સ્ત્રીની શોભા છે
લોકસભા સામન્ય ચુંટણીમા વધુમાં વધુ મતદારો સહભાગી બને તે માટે જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીની પ્રચાર પ્રસારની કામગીરી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પુર જોશમા છેવાડાના ગામડાઓ સુધી થઈ રહી છે. સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકો, કિશોરીઓ અને મહિલાઓમાં પણ સંકલિત બાળ વિકાસ કચેરી અંતર્ગત આંગણવાડીઓ તેમજ નંદઘરમા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાનની ચૂંટણી પ્રક્રિયાની પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે ઠેર-ઠેર “મતદાન જાગૃતિ અભિયાન”નું આયોજન કરવામાં આવે છે. દાહોદ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ખાતે બહેનોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તથા સો ટકા મતદાન કરવા પ્રોત્સાહિત કરવા મતદાન જાગ્રુતિ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ખાતે પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણની ઉપસ્થિતિમાં મહિલા મતદારો વધુમાં વધુ મતદાન કરે તે આશયથી જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે માટે મહિલાઓને સમજૂતી આપી મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલી, રંગોળી તેમજ મતદાન જાગૃતિ ગરબા જેવી પ્રવૃત્તિઓ પણ આંગણવાડીની કિશોરીઓ તેમજ બહેનો દ્વારા કરવામાં આવી હતી. તદઉપરાંત મમતા દિવસે આંગણવાડી કેન્દ્રોમાં લાભ લેવા આવેલ સગર્ભા અને ધાત્રી માતાઓને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી હતી. સહપરિવાર મતદાનનો સંકલ્પ વિષય પર ચર્ચા કરીને ચૂંટણીલક્ષી, મતદાન પ્રક્રિયા અને સ્વીપ સહિતની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
આ સાથે મતદાન કરવા અને કરાવવા અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. કપાળ પર બિંદીની જેમ મતદાનનું આંગળી પરનું શાહીનું નિશાન પણ સ્ત્રીની શોભા છે તેવા અભિગમથી મહિલા મતદારોની ભાગીદારી વઘે તે માટે ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા આંગણવાડીના કાર્યકરો તેમજ આશા બહેનો દ્વારા કિશોરીઓ અને મહિલાઓને ચુંટણી પ્રવૃત્તિથી માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં સૌ બહેનો ઉમંગભેર સહભાગી બની હતી. આમ આંગણવાડી કેન્દ્રોમાં પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણએ જણાવ્યું હતું .