દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત ના માર્ગદર્શન હેઠળ તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ગિરિવર બારીયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ બારીયાની ઉપસ્થિતમાં આશા સંમેલન યોજવામાં આવ્યું હતું.
આરોગ્ય પ્રોગ્રામમાં છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ ક્ષેત્રે સારી કામગીરી કરેલ આશા બહેનોનું અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનુ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ બારીયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ માતૃ અને બાળ આરોગ્ય સેવાઓ અવિરત પણે મળતી રહે તે સુનિશ્ચિત કરવા જણાવવામા આવ્યું હતું.