નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સુચના મુજબ તેમજ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાનાઓએ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી પ જરૂરી સૂચના સદંતર નેસ્ત નાબૂદ કરવા તેમજ લિસ્ટેડ પ્રોહી લિસ્ટેડ બૂટલેગરો ઉપર તેમજ પ્રોહી/જુગારની પ્રવૃત્તિ સાથે અગાઉ સંડોવાયેલા ઇસમોને તેમ જ ગેરકાયદેસર દારૂની હેરાફેરી પરિવહન કરતાં ઇસમોના આશ્રય સ્થાનો ઉપર પરિણામલક્ષી કામગીરી કરવા સારુ સૂચના આપેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા લીમખેડા વિભાગ લીમખેડાનાઓએ પણ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.
જે અન્વયે કોરૂકોંડા સિદ્ધાર્થ એસ.પી. દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન તથા એન. જે. પંચાલ PSI તથા ASI ગજેન્દ્રસિંહ રવેસિંહ બ,નં. ૧૦૫૩ તથા P.I. વિક્રમકુમાર મણિલાલ બ.નં.-૯૪૧ તથા સુભાષભાઈ ધુળાભાઈ બ.નં.-૯૯૮ તથા આ.પો.કો. દિનેશભાઈ મનુભાઈ બ.નં.-૮૬૫ નાઓ સાથે પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના અ.હે.કો. વિક્રમકુમાર મણિલાલ બ.નં.-૯૪૧ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે અરવિંદભાઈ ઉર્ફે અર્જુનભાઈ રમેશભાઈ જાતે પટેલ રહે કાળીડુંગરી, વેડ ફળિયુ તા. દેવગઢ બારીયા જી. દાહોદનાઓએ પોતાના ખેતરની નજીક આવેલ સંજયભાઈ બલસિંગભાઈ જાતે.પટેલનાઓના ખેતરની નજીક આવેલ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની પેટી સંતાડી રાખેલ છે. તેવી મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જતા કોઈ હાજર મળી આવેલ ના હોય અને બાતમીવાળા ખાડામાં જોતા ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટિકના તથા ક્વાટરિયાની પેટીઓ નંગ-પ તથા છૂટા ક્વાટર મળી ફુલ બોટલ નંગ ૫૪૫ ની કિંમત રૂપિયા-૬૪૩૬૩ નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા બાતમીવાળા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં આજેરોજ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ પ્રોહિબિશનનો ગણનાપાત્ર કે શોધી કાઢવામાં આવ્યા પોલીસને સફળતા મળે છે