ફતેપુરા મામલતદાર કચેરી ખાતે બજરંગ દળ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં જેહાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા થયેલી હિંસક હુમલામાં માર્યા ગયા લોકોને ન્યાય મળે તે માટે રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું
દેશના અલગ અલગ ભાગોમાં હિન્દુઓની હત્યાઓ થઈ રહી છે જેમાં જેહાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા હિન્દુઓની હત્યા કરાઈ રહી છે. કેરલ, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કાશ્મીર કે પછી મણીપુર આ તમામ જગ્યાએ દેશમાં જેહાદી માનસિકતા ધરાવતી કોમ દ્વારા લોકોને પ્રતાડિત કરી હત્યા કરવામાં આવી રહી છે. આજે હિન્દુઓને પ્રતાડિત કરવા માટે આ જેહાદી માનસિક ધરાવતા લોકો દ્વારા દરરોજ અવનવા ષડ્યંત્ર અને કાવતરા ઘડવામાં આવી રહ્યા છે.
ભારત દેશમાં હિન્દુઓના વિવિધ તહેવારોમાં રામનવમી રામ યાત્રા દશેરો વિજયાદશમીની ઉજવણી કાવડ યાત્રા જેવી ધાર્મિક તહેવારો નીકાળવામાં આવે છે ત્યારે આ શોભા યાત્રા ઉપર પથ્થર મારા અને બંદુકની ગોળીઓ ચલાવી હિન્દુ સમાજ કે સંગઠનના કાર્યકર્તાઓ ઉપર હુમલો કરવા અને સમાજમાં અશાંતિનું માહોલ ઊભું કરવા હરિયાણાના નૂહ મેવાત સોહના ગુરુગ્રામ માં અનેક વિસ્તારોમાં સંવેદનશીલ બન્યા છે હિન્દુઓની યાત્રા પર હુમલો અને ગાડીયો સળગાવી હિન્દુઓની સંપત્તિ લુટવી અને સાથે પોલીસ કર્મીઓ ની હત્યા કરવી
અંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દેશના મહામહિમ જોડે અપેક્ષા રાખે છે કે દેશની અંદર કાનૂન વ્યવસ્થા સુવ્યવસ્થિત થાય ગૌવંશ હત્યા પ્રતિબંધ કાનૂન બનાવવામાં આવે. સમાન નાગરિક કાનૂન બનાવવામાં આવે જન સંખ્યા નિયંત્રણ કાનૂન બનાવવામાં આવે, એન્ટી લવ જેહાદ વિરોધ કડક કાયદો બનાવવામાં આવે, ત્રણ કરોડ બાંગ્લાદેશિયોને તાત્કાલિક દેશમાંથી બહાર કાઢવામાં આવે
મણીપુરમા થયેલી હિંસાઓમાં પરિવારોને થયેલા મકાનોના નુકસાનનું વળતર તાત્કાલિક ચુકવવામાં આવે તેમજ મૃત્યુ પામેલા પરિવારોને દસ દસ લાખ સુધીની સહાય આપવામાં આવે તેમજ પ્રતાડીત પરિવારના સદસ્યને રોજગારી સ્વરૂપે સરકારી નોકરીની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરી આપવામાં આવે તેવી સરકારની જવાબદારી છે અને અમે અપેક્ષા રાખે છે કે તેમને યોગ્ય ન્યાય મળે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું