KEYUR RATHOD NAVSARI
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન સંગહાલય પરિષદ તેમજ વનરાજ કોલેજના સંયુક્ત ઉપક્રમ સ્વચ્છ ભારત પદયાત્રા યોજાઈ હતી. જિલ્લા વિજ્ઞાન અધિકારી વી.બી.રાયગાંવકરે સ્વચ્છતા સંદેશ આપી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પદયાત્રામાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના કર્મચારીઓ, વનરાજ કોલેજના એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસરો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સ્વચ્છ ભારત પદયાત્રા “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”, “જે ઘરમાં વાપરે ડોયો તેણે રોગ કદી ના જોયો”, “ગામની આબરૂ ઘરે-ઘરે જાજરૂ”, હૈયે રાકે એક વિચાર સ્વચ્છતા એ જ જીવનનો આધાર” જેવા સૂત્રોચ્ચાર અને સ્વચ્છતા સંદેશો આપતા પોસ્ટરો, ચિત્રો અને બેનરો સાથે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી નીકળી બસ ડેપો, સ્ટેટ બેન્ક, રાધાકૃષ્ણ મંદિર, પોસ્ટ ઓફિસ, ગાર્ડન રોડ થઇ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે પરત આવી હતી. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે સૌને સ્વચ્છતાનું મહત્વ સમજાવતી ફિલ્મ દર્શાવાઈ હતી.
આ કાર્યક્રમમાં એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો.શૈલેષ રાઠોડ, વનરાજ કોલેજ ધરમપુરના પ્રજ્ઞેશ રાઠોડ, જિલ્લા વિજ્ઞાન કેન્દના એજ્યુકેશન આસીસ્ટન્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જીલ વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર, વનરાજ કોલેજ ધરમપુર સ્ટાફ તેમાં પોલીસ વિભાગએ સહયોગ આપ્યો હતો.
જમ્મુ અને કશ્મીરના ઉરીમાં દેશના જવાનોને આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધા તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામે એક કેન્ડલ લાઈટ રેલી નીકાળી હતી, અને રેલીમાં રામધૂન સતત ચાલતા ચાલતા ગાવામાં આવી હતી અને ત્યારબાદ આતંકવાદના પૂતળાનું દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને શહીદોને દિલથી શ્રદ્ધાંજલિ આપી હતી.