દાહોદ જિલ્લામાં બનતા ખુન, લુંટ, ધાડ, ઘરફોડ ચોરી, ચોરીઓ તેમજ અન્ય ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ હિતેશકુમાર જોયસર તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ દાહોદ વિભાગ દાહોદ તથા સર્કલ પો.ઇન્સ. દાહોદ સર્કલનાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ. જેના આધારે ગરબાડા પોલીસ સ્ટેશનના PSI આર.આર.રબારી નાઓને બાતમી મળેલ કે, વર્ષ – ૨૦૧૪ ના વર્ષથી ખુનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ (૧) ટીનો પાંગાભાઈ મોહનીયા, ઉ.વ.૨૫, રહે.મિનાકયાર, મોહનીયા ફળિયા, તા.ગરબાડા (૨) રાજુભાઇ કાળિયાભાઇ મોહનીયા, ઉ.વ.૨૨, રહે.મિનાકયાર, મોહનીયા ફળિયા, તા.ગરબાડા (૩) મનુભાઈ વાઘજીભાઈ મોહનીયા, ઉ.વ.૨૧, રહે.મિનાકયાર, મોહનીયા ફળિયા, તા.ગરબાડા (૪) પપ્પુભાઈ કાળિયાભાઇ મોહનીયા, ઉ.વ.૩૦, રહે.મિનાકયાર, મોહનીયા ફળિયા, તા.ગરબાડા (૫) ફિલિપભાઇ રમેશભાઈ મોહનીયા, ઉ.વ.૨૦, રહે.મિનાકયાર, મોહનીયા ફળિયા, તા.ગરબાડાનાઓ બહાર ગામ મજૂરીએથી ખેતીકામ કરવા માટે તેમના ઘરે આવેલ છે તેવી મળેલ બાતમીના આધારે ગરબાડા PSI આર.આર.રબારી એ તેમના સ્ટાફના માણસોને સાથે રાખી બાતમીવાળા ઇસમો ના ઘરે કોમ્બિંગ હાથ ધરતા આ પાંચેય આરોપીઓ તેમના ઘરે હાજર મળી આવતા આ આરોપીઓને ઝડપી પાડી ગરબાડા પોલીસ સ્ટેશને લઈ આવી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.