THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- બીમાર દીપડાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ દીપડાને દેવગઢ બારિયાના ડાંગરીયા નર્સરીમાં રાખવામાં આવ્યો છે અને વધુ સારવાર માટે આવતી કાલે આણંદ લઈ જવામાં આવશે. તેવું ફોરેસ્ટ વિભાગ તરફથી જાણવા મળેલ છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વાસિયાડુંગરી
દીપડો ઘરમાં ઘુસી જતાં સ્થાનિકો રહીશો દ્વારા તાત્કાલીક વાસિયાડુંગરી વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તે સમયે દીપડો ઘર માંથી નીકળી ખેતરમાં આંટા ફેરા મારતો હતો. દીપડાને રેસક્યુ કરવા માટે વન વિભાગ દ્વારા પાંજરા સાથે નેટની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને દીપડાને અંદાજે બપોરના ૦૧:૩૦ વાગ્યાના સુમારે રેસ્ક્યુ કરાયો હતો.
દીપડાને રેસક્યુ કરી વાસિયાડુંગરી રેન્જ ઓફિસે લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં ગરબાડાના પશુ ચિકિત્સક જયેશ પંચાલ દ્વારા દીપડાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આ બનાવમાં આર.એફ.ઓ અક્ષય જોશી, એમ.કે.પરમાર, રેન્જ સ્ટાફ તથા ધાનપુર રેન્જ સ્ટાફે આ દીપડાને રેસક્યુ કર્યો હતો.