ધાનપુર પો.સ્ટે. વિસ્તારમાં સાડા ત્રણ માસ અગાઉ રહેણાંક મકાનમાં પ્રવેશી ઘર માલિકને માર મારી ગંભીર ઈજા કરી બકરા તથા બળદોની લૂંટના અનડિટેકટ ગુન્હાને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડીટેકટ કરી એક આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ
પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરાનાઓની સુચના હેઠળ પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા નાઓએ જિલ્લામા લુંટ ધાડ તેમજ દરફોડ ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરત આરોપીઓને ઝડપી પાડવા સારૂ જિલ્લા L.C.B. ની ટીમને જરુરી સુચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને L.C.B. સ્ટાફની જુદી-જુદી ટીમો મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા અને મિલ્કત સબંધી ગુન્હાઓમા અગાઉ સંડોવાયેલ આરોપીઓ તેમજ ઘણા લાંબા સમયથી નાસતા ફરતા ઇનામી આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી. દરમ્યાન L.C.B. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ગામેતીનાઓની સુચના મુજબ આજે તા.૧૫/૦૧/૨૦૨૫ ને બુધવારના રોજ P.S.I. આર.જે. ગામીત તથા P.S.I. ડી.આર. બારૈયા તથા P.S.I. એસ.જે. રાઠોડ તથા L.C.B. ની ટીમ ધાનપુર પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવ તેમજ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવ તેમજ નાસતા ફરતા આરોપીઓની વોચમાં નિકળેલ તે દરમ્યાન L.C.B. ટીમને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, અગાઉ ચોરીના ગુનામા પકડાયેલ આરોપી કલેશભાઇ ઉર્ફે કલેડું માજુભાઈ જાતે.ભુરીયા રહે.બીલીયા નિશાળ ફળીયું તા.ધાનપુર જી.દાહોદ નાનો ઝાબુ ત્રણ રસ્તા ઉપર સરકારી દવાખાનાથી આગળ કાટુ ગામ તરફ જતા રસ્તા ઉપર ઉભેલો છે. જે આધારે વ્યુહાત્મક રીતે આયોજન બઘ્ધ વોચ ગોઠવી બાતમી હકિકત વાળી જગ્યાએથી સદરી કલેશભાઈ ઉર્ફે કક્લેડુ સન/ઓફ માજુભાઈ પારીયાભાઈ જાતે.ભુરીયા ઉ.વ.૩૯ ધંધો.ખેતી/મજુરી રહે.બીલીયા નિશાળ ફળીયું તા.ધાનપુર જી.દ હોદને ઝડપી પાડેલ.
જે પકડાયેલ ઇસમને તેની હાજરી બાબતે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક હકિકત જાણતો હોવા છત્તા જણાવતો ન હોય જેને હસ્તગત કરી વિશ્વાસ ભરોસામા લઇ યુક્તિ પ્રયુક્તિ પુર્વક ધનિષ્ટ પૂછપરછ કરતા તે પોતે તથા પોતાના સાગરીતો સાથે ભેગા મળી આજથી આશરે સાડા ત્રણેક માસ અગાઉ લાકડી, લોખંડની પાઈપ, તલવાર જેવા હથીયારો લઈ રેથાવણ ગામે બામણીયા ફળીયામાં આવેલ એક ઘરે ગયેલા ત્યાં એક ઘરની બાજુમા બનાવ બાધેલ ભેંસ, બકરા તથા બળદો કાઢતા હતા ત્યારે નજીક સુતેલ માણસે બુમાબુમ કરતા તેને તેનાં સાગરીતોએ તેઓની પાસેના હથીયાર વડે શરીરે માર મારી પાડી દઈ ત્યાંથી ત્રણ બકરા તથા બે બળદની ચોરી કરી લઈ આવતા રહેલાની કબુલાત કરેલ જે આધારે ખાત્રી તપાસ કરતા નીચે મુજબનો લૂંટનો અનડિટેકટ ગુન્હો ડિટેકટ થતા કાયદેસર ની કાર્યવાહી કરી ધાનપુર પો.સ્ટે.સોંપવા તજવીજ કરેલ.