Thursday, January 9, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદધારાસભ્ય મહેશ ભૂરિયાની CM ભુપેન્દ્રભાઈ પટેલને ઝાલોદ તાલુકામાં જંત્રીમાં સુધારો કરવા કરવામાં...

ધારાસભ્ય મહેશ ભૂરિયાની CM ભુપેન્દ્રભાઈ પટેલને ઝાલોદ તાલુકામાં જંત્રીમાં સુધારો કરવા કરવામાં આવી લેખિત રજૂઆત

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા અને ઝાલોદ શહેરમાં નવી જંત્રીમાં સુધારો કરવા બાબાત

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ ઠરાવ એસટીપી-૧૨૨૦૨૩-૨૦-હ.૧ સચિવાલય, ગાંધીનગર, ક્રમાક: તા.૨૦/૧૧૨૦૨૪ના રોજ મુસદારૂપ જંત્રી-૨૦૨૪ પ્રસિધ્ધ કરવામા આવેલ છે. જેના અનુસંધાને સદર મુસદારૂપ જંત્રીમાં ૧૩૦ – ઝાલોદ વિધાનસભા મતવિસ્તારના ઝાલોદ ગ્રામ્ય અને ઝાલોદ શહેરમાં નીચે મુજબના સુધારાઓ કરવાપાત્ર થાય છે. : (૧) સને-૨૦૨૩ જંત્રી-માર્ગદર્શિકા-૨૦૨૩ ના મુદ્દાનં.૨ માં પેટા મુદ્દા નં.બ માં અધુરા બાંધકામ માટેના જંત્રીનાં દર સ્લેબ વગર- ૫૦% અને સ્લેબ સાથે ૭૦% ગણવા જણાવેલ હતું, જે સદર જંત્રી-૨૦૨૪ માં બાદ કરેલ છે જેમાં સુધારો કરી અગાઉ મુજબ યથાવત રાખવા વિનંતી છે. (૨) રહેણાંક, ફ્લેટ, દુકાનની જંત્રીમાં જુની જંત્રી ઉપર ફક્ત ૨૦% નો જ વધારો કરવામાં આવે તેવી ભલામણ છે. (૩) ઝાલોદ નગરપાલિકાની આવેલ મુસદારૂપ જંત્રી-૨૦૨૪ માં કુલ ૨૦૧ સીટી સર્વે ના નંબરો મીસીગ છે. જેનો જંત્રીમાં સમાવેશ કરવા ભલામણ છે. (૪) નવી મુસદારૂપ જંત્રી-૨૦૨૪માં ઝાલોદ નગરપાલિકા વિસ્તારની હદમાં આવેલ ખેતીની જમીનનાં ભાવોમાં જુનો ભાવ- રૂ.૧૫૮/- જેનો નવી જંત્રી – ૨૦૨૩ મુજબ બમણો ભાવ કરતાં રૂ.૩૧૬/- થાય જે ભાવ યોગ્ય છે. પરંતુ નવી મુસદારૂપ જંત્રી-૨૦૨૪માં ભાવ રૂ.૫૮૫૦/- કરવામાં આવેલ છે, જેમા સુધારો કરવા ભલામણ છે. (૫) દુકાનોના ભાવોમાં મુખ્ય રસ્તાઓના અડીને આવેલ દુકાનો અને અંદરની ગલી કે ખાંચાઓમાં આવેલ દુકાનો બંનેનો ભાવ એક જ રાખવામાં આવેલ છે, જે અલગ – અલગ કરવા ભલામણ છે. (૬) નવી મુસદારૂપ જંત્રી-૨૦૨૪માં વેલ્યુઝોન મર્જ કરી દેવામાં આવેલ છે જેથી મુખ્ય રસ્તાને અડીને આવેલ જમીન તથા અંતરીયાળ વિસ્તારમાં આવેલ જમીન બંને નો ભાવ એકજ રૂ.૮૧૦૦/- કરી દેવામાં આવેલ છે જે મુજબ જંત્રી મુજબ-રૂ.૯૦૦/- નાં બમણાં કરતા રૂ.૧૮૦૦/- કરવામાં આવેલ જેના કરતા પાંચ ગણો વધારો કરવામાં આવેલ છે, જેમાં ઘટાડો કરી રૂ.૧૮૦૦/- મુજબ યથાવત રાખવા માટે ભલામણ છે. (૭) ઝાલોદ નાં ગામડાઓમાં જે વિસ્તારો અલ્પવિકસિત છે તે વિસ્તારોની જંત્રીનો સર્વે કરીને તેનો ભાવ નક્કી કરવા ભલામણ છે.

આમ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ રાજ્યની બોર્ડરને અડીને આવેલ દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકો અને ઝાલોદ શહેર વિસ્તાર આર્થિક અને ભૌગોલિક રીતે અત્યંત પછાત વિસ્તાર છે અને સદર નવી મુસદારૂપ જંત્રી-૨૦૨૪ ઝાલોદ તાલુકા અને શહેરના વિકાસમાં અવરોધરૂપ જણાય છે. જેથી નવી જંત્રી-૨૦૨૪માં ઉપર મુજબ સુધારો કરવો ખુબજ જરૂરી છે. જે સૂચનો ધ્યાને લઈ સત્વરે યોગ્ય કરવા મારી અંગત ભલામણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments