ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરે મામલતદાર, પોલીસ સહિતના લોકોને સાથે રાખીને ફરેલી રોડ પર તપાસ હાથ ધરતા ટ્રકોમાં ગેરકાયદેસરના લાઈમ સ્ટોનની હેરાફેરી કરતા 7 ટ્રકો રોયલ્ટી ભર્યા વિનાના ઝડપાયા હતાં. ડેપ્યુટી કલેક્ટરે બાતમીના આધારે ઝડપેલા ટ્રકોમાં ભરેલ લાઈમ સ્ટોન ભાણવડ તાલુકાના પાસ્તા ગામે ગૌચરની જમીનમાંથી ખનનન કરીને ગેરકાયદેસર રીતે કાઢવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.જેમને લઈને ડેપ્યુટી કલેક્ટરે લાઈમ સ્ટોન ભરેલા અંદાજે રૂપિયા એક કરોડની કિંમતના 7 ટ્રકોને ડીટેઈન કરીને ધોરાજી પોલીસના હવાલે કર્યા હતાં.આ સાથે જ ખાણ ખનીજ વિભાગને ઝડપાયેલ ખનીજ ચોરીનું અંગેની જાણ કરતા ખાણ ખનીજ તંત્ર ઉંઘતા ઝડપાયું હતું.ટ્રક ચાલકોએ લાઈમ સ્ટોન પોતાના ટ્રકમાં ભાણવડ પંથકમાં ચાલતા ગૌચરની જમીનમાં ચાલતી ખાણોમાંથી ભર્યો હોવાની વિગતો બહાર આવતા ખાણ ખનીજ વિભાગ સામે અનેક સવાલો ઉઠવાની સાથે કરોડો રૂપિયાની ખનીજ ચોરી અંગેનું મોટું કૌભાંડ પણ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે ધોરાજી ડેપ્યુટી કલેક્ટરે લાઈમ સ્ટોન ભરેલા 7 જેટલા ટ્રકો ઝડપીને કરોડોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.ત્યારે ધોરાજી પંથકમાં ઘર આંગણે જ ભાદર નદીમાં ચાલતી ખનીજ ચોરીમાં કેમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં હોવાના સવાલો પણ લોકોમાં ઉઠવા પામ્યા છે.