Friday, December 27, 2024
Google search engine
HomeDhoraji - ધોરાજીધોરાજીનાં ઉદ્યોગકારોમાં ચિંતાનો વિષય : પ્લાસ્ટીક મેન્યુફેકચર વેલફેર એસોશીએશને GST 18% લાગું...

ધોરાજીનાં ઉદ્યોગકારોમાં ચિંતાનો વિષય : પ્લાસ્ટીક મેન્યુફેકચર વેલફેર એસોશીએશને GST 18% લાગું કરતાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવતાં ઉદ્યોગ નામશેષ થઈ શકે તેમ છે

02. ALPESH TRIVEDI - DHORAJI

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

હાલમાં કેંદ્ર સરકાર દ્વારા પ્લાસ્ટીક આઈટમો પર 18% GST (Goods & Service Tax) લગાવવામાં આવ્યો છે. જે પ્લાસ્ટીક રી-સાઇકલ એટલે કે જે ઉદ્યોગ પ્લાસ્ટીકનો કચરો એકઠો કરી અને જુદી જુદી પ્રોસેસ દ્વારા વિવિધ પ્રકાર ની પ્રોડેકટ તૈયાર કરે છે તેવો ઉદ્યોગ માટે 18% GST ખૂબ જ વધારે પ્રમાણમાં સાબીત થાય છે. હાલમાં કેંદ્ર સરકાર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની જોગવાઈ કરે છે તો આ ઉદ્યોગ તો સમગ્ર ભારતમાંથી કચરો એકઠો કરી તેની જુદી જુદી જાતની પ્રોસેસ કરી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને કચરાનો નિકાલ કરે છે જેનાં લીધે સ્વચ્છ ભારત અભિયાનમાં આ ઉદ્યોગનો સિંહ ફાળો રહ્યો છે સમગ્ર ભારતમાં ધોરાજીમાં અને આજુબાજુનાં વિસ્તારમાં આ ઉદ્યોગ વિપુલ પ્રમાણમાં આવેલ છે આ વિસ્તારમાં રોજેરોજ લગભગ 250 થી 300 ટન પ્લાસ્ટીકનો કચરો કે જે રસ્તા પર ફેંકેલો હોય છે તેવો કચરો આ વિસ્તારમાં રોજનો ઠલવાય છે અને તેની પ્રોસેસ કરી પ્રોડકટ તૈયાર થાય છે આ તમામ ઉદ્યોગ લધુ ઉદ્યોગની વ્યાખ્યામાં આવે છે અને આ ઉદ્યોગને લીધે આજુબાજુના વિસ્તારમાં નાનાં નાનાં અને મધ્યમ વર્ગના માણસોને રોજીરોટી પણ સરળતાથી મળી રહે છે ખરેખર આવાં ઉદ્યોગને સરકાર દ્વારા સબસીડી મળવી જોઇએ પરંતુ તેનાં બદલે જો 18% GST લાગું કરવામાં આવે તો આ ઉદ્યોગ નામશેષ થઈ શકે તેમ છે ત્યારે ધોરાજી પ્લાસ્ટીક મેન્યુ વેલફર દ્વારા નમ્ર અપીલ કરી છે આવાં ઉદ્યોગને કરનાં માળખાંમાંથી બાકાત કરવામાં આવે તો આ ઉદ્યોગ ભવિષ્યમાં વધારેમાં વધારે કચરાનો નિકાલ કરી શકે તેમ છે અને રોજગારી પણ વધું આપી શકે તેમ છે જેથી સરકારએ મજુર અને મધ્યમ વર્ગની રોજીરોટીનો ખ્યાલ રાખી 18% GST માં ફેરફાર કરવાની માંગ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments