ALPESH TRIVEDI – DHORAJI
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મુખ્ય શહેર ધોરાજીના જમનાવડ રોડ ઉપર રહેતા ધ્યેય જીજ્ઞેશ કાનપુરીયાએ પોતાના પરીવાર અને ધોરાજીનું ગૌરવ વધાર્યું છે. ધ્યેય કાનપુરીયાની ઉમર 8 વર્ષ છે અને તે પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-3માં અભ્યાસ કરે છે અને એકસલેન્ટ એકેડેમીના મયુર ચૌહાણ પાસે વાડો-કાઈ કરાટે ટ્રેનીંગ લીધેલ, ધ્યેય ડીસ્ટ્રીક લેવલે જુનાગઢ રમવા આવેલ ત્યાર બાદ સ્ટેટ લેવલે દિવમાં રમેલ અને ત્યાર બાદ નેશનલ લેવલે દિલ્હીમાં રમવા ગયેલ અને ત્યા તેને બ્રોન્ઝ મેડલ મેળવેલ. હવે ઈન્ટરનેશનલ લેવલે ટૂંક સમયમાં શ્રીલંકા જવાનો હોઇ ત્યારે ધ્યેય જીજ્ઞેશ કાનપુરીયા પોતાના કુટુંબ, ગામ અને દેશનું નામ રોશન કરશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો આ બાબતે ધ્યેય કાનપુરીયાએ ધોરાજીનું ગૌરવ તો વધાર્યું જ છે હવે ઈન્ટરનેશનલ લેવલે ટૂંક સમયમાં શ્રીલંકા જઈને ત્યા મેડલ જીતી લાવશે તેવો આશાવાદ ધ્યેયના પરીવારને છે. ઈન્ડીયા વાડોકાઈ કરાટે ચેમ્પીયનશીપ ગુજરાતમાં, દીવ-દમણ વાડોકાઈ કરાટે ચેમ્પીયનશીપ, જુનાગઢ કરાટે કોમ્પીટિશન જેવી અનેક ચેમ્પીયનશીપમાં ભાગ લીધો હતો અને હવે શ્રીલંકા દેશમાં ભારતનું નામ રોશન કરવા ટુંક સમયમાં જશે.