ALPESH TRIVEDI – DHORAJI
રાજકોટ ના ધોરાજી વોંકળા કાંઠા વિસ્તારમાં વ્હોરા જમાત ખાના સામે નવજાત શીશું મૃત હાલતમાં મળી આવ્યું. જાહેરમાં નવજાત શીશું મળી આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા.
ધોરાજી શહેરના વોંકળા કાંઠા વિસ્તારમાં વ્હોરા જમાત ખાના વિસ્તારમાં ધોળા દિવસે નવજાત શીશું મૃત હાલતમાં જાહેરમાં મળી આવતા આજુબાજુના રહીશોના ટોળા એકઠા થઈ જવા પામ્યાં હતા. અધૂરા મહિને જન્મેલા શીશુનાં મૃતદેહને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યાની સાથે રોષ ભભૂકી ઉઠયો હતો કોઈ મહીલાએ પોતાનું કુકર્મ છુપાવવા માટે પોતાના શીશુને કોઈ ને ખબર ન પડે તે રીતે ધોળાં દિવસે વ્હોરા જમાત સામે વોંકળા કાંઠા વિસ્તારમાં ગલીમાં પોતાની જનેતા નવજાત શિશુ ના પાંચ મહિનાના મૃતદેહ કોઈ મૂકી જતું રહેલ આ સાથે જ આ બનાવની જાણ વાયુવેગે ફેલાતાં લોકોના ટોળાં એકઠાં થઇ ગયાં હતાં લોકોએ ધોરાજી શહેર પોલીસને જાણ કરતાં તાત્કાલીક પોલીસ ઘટના સ્થળે પહોંચી નવજાત શીશુંનો મૃતદેહ બે કલાક સુધી જાહેરમાં રસ્તા પર રઝળતો પડ્યો રહ્યો હતો તેનો કબ્જો લઇને સરકારી હોસ્પિટલમાં લાવ્યો હતો અને આગળની કાર્યવાહી ધોરાજી કરી રહી છે.