ALPESH TRIVEDI – DHORAJI
રાજકોટ ધોરાજીના ભાદર-2 ડેમના પાછળના ભાગે પાટીયા પાસેથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા ધોરાજી પોલીસ સેવાભાવીઓ સહિતના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતાં.અને ડેમના પાટીયા પાછળ વરસાદી પાણીના ભરેલા છીછરા ખાડામાંથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.અને તેમને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારે મૃતક અજાણ્યો યુવક આશરે 22 થી 23 વર્ષની ઉમરનો હોવાની સાથે તેમની ઓળખ મેળવવાના પોલીસે ચક્રોગતિમાન કર્યા છે ધોરાજી ભાદર ડેમ 2 માં આની એક મહીના પહેલાં એક સેલ્ફી લેતાં પોતાના દોસ્તને બચાવવા જતાં એક હિરપરા વિસ્તારના યુવાનનું મોત નીપજ્યું હતું અને આજરોજ ભાદર ડેમ 2 માં બીજી ઘટનામાં અજાણ્યાં શખ્સનો મૃતદેહ મળી આવેલ આ ઘટના સ્થળ પોલીસ અધિકારીઓ આપી આ ઘટનાની વધું તપાસ આદરી છે અને મૃતદેહ ને સરકાર હોસ્પિટલ માં પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો.