ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજીમાં મહાલક્ષ્મી ગરબી મંડળ તથા બાપા સિતારામ ગૃપ દ્વારા આજ રોજ છઠ્ઠી બાપા સિતારામની મઢીની સ્થાપના નિમિત્તે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાપા સિતારામ ભુખ્યાને રોટલા દેતાં ગરીબોની સેવા કરતાં બિમારોને સેવા ચાકરી કરતાં જેવાં અનેક પરચા દેતાં હોય જેવી ઉમદા કાર્યો કરતાં બાપા સિતારામની મૂર્તિ ધોરાજીનાં મહાલક્ષ્મી ચોક ખાતે આજ થી પાંચ વર્ષ પહેલાં સ્થાપના કરવામાં આવી હતી જેની આજરોજ છઠ્ઠી સ્થાપના નિમિત્તે ધામ ધુમે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને મહાઆરતી ભજન કિર્તન પ્રાર્થના લોકોએ કરી હતી તથા બપોરે પ્રસાદીનો લાહવો ધોરાજીનાં ભક્તજનોએ લીધો હતો બાપા સિતારામ ની ધોરાજી તથા બધાં પર કૃપા દ્રષ્ટિ બની રહે તેવી લોકોએ પ્રાર્થના કરી હતી. આ તકે ધોરાજીના ધર્મ પ્રેમી જનતાએ લાભ લીધો હતો. લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં. જેમાં રાજુ પાડલીયા, ઉમીભાઇ, નિલેષ ભાઈ પાડલીયા, ભુપાભાઈ, રાજુભાઈ મકવાણા, હરીભાઈ ભેળવાળા, મુકેશભાઈ શાહ, જીતુભાઈ જી.ઇ.બી.વાળા, રાજુભાઈ સુખડિયા, પકકાભાઈ સુખડિયા, બાપુભાઈ, ભરતભાઈ વ્યાસ, હરસુખભાઈ દાવડા, એડવોકેટ ચંદુભાઇ, એડવોકેટ રમણભાઈ, શૈલેશભાઈ, સતિષ મકવાણા, શકલીન ભાઈ, મુસ્તાકભાઈ, પંકજ મણિયાર, વિઠ્ઠલભાઈ “ખોડીયાર ગેસવાળા” તથા અન્ય હોદેદારો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો રાતે રામ ધૂન નો ભવ્ય ધાર્મિક પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ છે.