ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજીના વોર્ડ નંબર બારમા નગરપાલીકા દ્વારા નવા શોચાલય બનાવવા ના મુદે નગરપાલીકાના પ્રમુખને વાલ્મીકી સમાજના લોકોએ આવેદન પત્ર પાઠવ્યુ જેમા શહેરના વોર્ડ નંબર બારમા આવેલ લાલા લજપતરાય વિસ્તારમાં જુના શૌચાલય પાલીકા દ્વારા તોડી પાડવામા આવેલ અને તે જગ્યા પર નવા બાંધકામની શરુઆત થયેલ પરંતુ કોઈ કારણોસર આ કામગીરી ખોરંભે પડતા છેલ્લા એક મહીનાથી ખોદકામ કરેલ સ્થીતીમા જેમનુતેમ પડેલ હોઈ આ બાબતનું આવેદન પત્ર નગરપાલીકાના પ્રમુખને આપવામા આવેલ અને તાકીદે બાંધકામ શરુ કરવાની માગણી કરવામા આવેલ અને આ બાબતે તારીખ 9/3 થી આવતી તારીખ 9/4 સુધીમા બાંધકામ શરુ કરવામા નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી યુથ કોંગ્રેસના પ્રમુખ આષીશ જેઠવાએ ઉચ્ચારી હતી.