ALPESH TRIVEDI – DHORAJI
સુપેડી ગામની સીમમાં આવેલ પંચમુખી હનુમાનજી પાસે ગણેશ વાડી પાછળ પસાર થઈ રહેલ પરપ્રાંતીય મજૂરના બાળકોમાં ભાઈ અને બહેન પર દિપડાએ ઓચિંતા હુમલો કર્યો હતા. પરપ્રાંતીય મજૂરના બાળકોમાં સુરભા નામની બાળકી તેમના નાના ભાઈ રાહુલ ગણાવા ઉ.વ.5 ને તેડીને પોતાની વાડીએ જઈ રહી હતી. તે વેળાએ ઓચિંતા દિપડાએ હુમલો કરીને તેમના હાથમાંથી ઝુંટવી લઈને ફાડી ખાધો હતો. જેમને કારણે બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, અને તેમની બહેનને હાથમાં ઈજા થઈ હતી. આ બનાવને લઈને આજુ બાજું ખેતરમાં કામ કરતા લોકો દોડી આવતા દેકારો કરતા દિપડો બાળકને બનાવના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ બનાવના સ્થળે એકઠા થયેલા લોકોએ હુમલાનો ભોગ બનેલ બંનેને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે પણ બાળકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ધોરાજી પંથકમાં માનવભક્ષી બનેલા દિપડાને લઈને વાડી-ખેતરમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.