ALPESH TRIVEDI – DHORAJI
રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામની સીમ વિસ્તારમાં ગત ગુરુવારે મજુરી કામ કરતા પરપ્રાંતીય મજૂરના પાંચ વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતા તેમનુ મોત નીપજ્યું હતું.
જેના પગલે જંગલખાતા દ્વારા સીમ વિસ્તારમાં પાંજરુ મુકવામાં આવેલ ગુરુવારના રાતથીજ જગંલ ખાતાના અધિકારીઓએ દિપડાને પાંજરે પુરતા કવાયત હાથ ધરેલ જે આજે શનિવારે સવારના પાંચ કલાકે દિપડો પાંજરે પુરતા ખેડૂતો અને આસપાસના વિસ્તારોના લોકોમાં રાહત મળી છે. આર.એફ.ઓ.ઝાકાસાણિયાએ વિગતો આપેલ કે જરુરી કાર્યવાહી અને ઓફીસીયલી કાગળો કરીને આ દિપડાને સાસણ ખાતે મોકલી આપવામાં આવશે