ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજીના સુપેડી ગામે વંટોળ આવતાં પરપ્રાંતીય મજુરનો ઘઉંના ટ્રેસર પગ આવી જતાં અડધો પગ કપાઈ જતાં તાત્કાલિક 108 દ્વારા ધોરાજી અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામની વાડીએ પર પ્રાંતિય મજુર મયુરભાઈ પ્રેમજીભાઈ વાઘેલા ઘઉંના ટ્રેસરમાં કામ કરતી વેળાએ અચાનક વંટોળ આવતાં ટ્રેસરમાં પગ આવી જતાં અડધો પગ કપાઈ જતાં તાત્કાલિક 108 ને જાણ કરતાં 108 સ્ટાફ Emi રાહુલ સોલંકી તથા Pilot પારસ વરુ ઘટનાં પહોંચી ઘાયલ પરપ્રાંતીય મજુર મયુરભાઈ પ્રેમજીભાઈ વાઘેલાને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ધોરાજી સરકારી હોસ્પિટલ તબીબીએ સારવાર આપી વધું સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાંમાં અન્ય બે વ્યકતિઓનો આબાદ બચાવ થયો હતો