ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજીની સ્ટેશન રોડ પર આવેલ ગાંધીવાડી ખાતે ભાજપની કાર્યકારી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી, ઉપલેટાનાં ભાજપનાં કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપનાં હોદ્દેદારો પણ જોડાયા હતા. તારીખ 28ના રોજ સમગ્ર રાજ્યમાં 50,000 લોકો પોતાના બૂથમાં જવાનાં હોય ત્યારે રાજકોટ જીલ્લાના 1400 બૂથ હોય જેનાં મૂખ્ય તમામ કાર્યકર્તાઓને જવાબદારી સોંપી છે અને રાજય સરકાર કેન્દ્ર સરકારે જે યોજનાઓના સ્ટીકર લગાવીને ભાજપનાં કાર્યકર્તા બહોળી સંખ્યામાં નિકળવાના છે ધોરાજી, ઉપલેટાનાં ભાજપ કાર્યકર્તાઓ અને આગેવાનો તથાં હોદેદારો આ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા ગરીબ વર્ષ નિમિત્તે પંડીત દીન દયાળનાં જન્મ સતાપબ્દી મહોત્સવ ઉજવાનો છે ત્યારે બધાં કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી સહુ સાથે જોડાય અને બધાં કાર્યકર્તા કામે લાગી જાય જેનાં અનુસંધાને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. આ મિટિંગમાં મુખ્યત્વે પ્રદેશ ભાજપના મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા.