ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજીના વોર્ડ નં 12 પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કુસુમબેન વિઠ્ઠલભાઈ હીરપરા કોંગ્રેસના ઉમેદવારને 1235 મત મળ્યા હતા તો ભાજપના ઉમેદવાર હંસાબેન મનસુખભાઈ વઘાસીયાને 501 મત મળ્યા હતા તથા અપક્ષ ઉમેદવાર દીવાળીબેન વિનોદભાઈ જેઠવાને 200 મત મળ્યા હતા જ્યારે નોટો માં 44 અને અમાન્ય મતની સંખ્યા 39 થયાં હતાં અને વોર્ડ નં. 12 ના કોંગ્રેસના મહીલા ઉમેદવાર કુસુમબેન વિઠ્ઠલભાઈ હીરપરા સામાન્ય સ્ત્રી બેઠક ઉપર જીત મેળવી હતી ધોરાજીના ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે મામલતદાર બી.વી.બકુત્રા અને ડેપ્યુટી કલેક્ટર ગોવિંદસિંહ રાઠોડ સાહેબ અને નગરપાલિકાના ચીફ ઓફિસર દવે સાહેબની અધ્યક્ષ સ્થાને આ મતગણતરીની કાર્યવાહી કરવામાં આવી હતી આ ચૂંટણીમાં ભાજપ પાસેથી પેટા ચુંટણીમા કોંગ્રેસે વોર્ડ નં 12 ની સીટ કબ્જે કરી છે ને જીતનો જસ્ન ફટાકડા ફોડીને વધાવી હતી આ તકે લલીતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે ધોરાજીના જે કામગીરી ભૂગર્ભ ગટરને રોડ રસ્તાને લઈને ધોરાજીની આમ જનતાને જે હાલાકી વેઠવી પડી રહી છે જેનો જવાબ વોર્ડ નં 12ના મતદારોએ કોંગ્રેસ તરફી મતદાન કરીને રોષ ઠલવ્યો છે.
ધોરાજી કોંગ્રેસ પ્રમુખ ડી.સી.વોરાએ વધુમાં જણાવ્યું કે લોકોએ કોંગ્રેસ પક્ષ તરફી મતદાન કરી વિશ્વાસ વ્યકત કરેલ અને ભાજપ શાસન દ્વારા છેલ્લા ચાર વર્ષથી લોકોને જે યાતનાઓ આપેલ છે તેનો જવાબ લોકોએ મતપેટીમાં મત આપી રોષ વ્યક્ત કર્યો છે જેથી વોર્ડ નં 12 ના તમામ મતદાતાઓનો આભાર પણ માન્યો છે આ તકે ડી.સી.વોરા કોંગ્રેસ પ્રમુખ, વિક્રમ વઘાસીયા, મનોજ માણવરીયા, ચિરાગ વોરા, ભાવેશ ભટ્ટ, દિલીપ જાગાણી, અનવરભાઈ, વિઠ્ઠલભાઈ હીરપરા, લલિત વસોયા તથા અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જીતનો જસ્ન ફટાકડા ફોડી કર્યો હતો.