ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજીનાં બ્રહ્મસમાજ વાડી સ્ટેશન રોડ ખાતે આજ રોજ દર વર્ષની જેમ આ વખતે પણ સમસ્ત બ્રહ્મસમાજનાં 50 દાતાઓશ્રીના અપાર સહયોગથી ધોરાજીમાં વસતાં તમામ બ્રહ્મસમાજનાં 200 વિદ્યાર્થીઓને વિના મુલ્યે અંદાજે 3500 ફુલસ્કેપ નોટબુકો તથા બોલપેન સેટઅપનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધોરાજી તથાં આજુબાજુનાં સમસ્ત બ્રહ્મસમાજનાં કાર્યકરોએ તન મન ધનથી સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા.