

RASHMIN GANDHI –– DHORAJI
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તેમજ મુખ્ય મથક ધોરાજીના ખેડૂતોના મગફળીના પાકને ભાટે નુકસાન પહોંચ્યું છે. ત્યારે પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત અત્યંત દયનિય બની છે. અને આજે બધા ખેડૂતો ભેગા થઈ લલીતભાઈ વસોયાની આગેવાની હેઠળ મગફળીનો પાક બાળ્યો હતો. અને રેલી સ્વરૂપે ભાજપ સરકાર હાય હાયના નારા સાથે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. અને ૧૫ દિવસની અંદર અંદર જો પાક વીમાનું વળતર ચૂકવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું તેમ બધા ખેડૂતોએ જણાવ્યું હતું.