Sunday, April 6, 2025
Google search engine
HomeDhoraji - ધોરાજીધોરાજીમાં છેલ્લા ચાર વર્ષ થી રોડ, રસ્તા, કાદવ - કીચડ વગેરે પ્રશ્ને...

ધોરાજીમાં છેલ્લા ચાર વર્ષ થી રોડ, રસ્તા, કાદવ – કીચડ વગેરે પ્રશ્ને તંત્ર ઘોર નિંદ્રામાં : ભ્રષ્ટાચાર થયાની આશંકા

02. ALPESH TRIVEDI - DHORAJI

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં છેલ્લા ચાર વર્ષ થી રોડ રસ્તા કાદવકીચડ વગેરે પ્રશ્ને તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. અવારનવાર રેલીઓ આવેદનપત્ર અને આમજનતા ને જે હાલાકીઓ વેઠવી પડેલ છે જેમાં રોડ રસ્તા ધૂળની ડમરીઓ ગંદકીના, કચરાના ઢગલા પ્રશ્ને થાકી ગયેલ આમ જનતા તેમ છતાં ધોરાજીના નિર્મમ તંત્ર સામે પ્રજાએ ભારે આક્રોશ ઠાલવ્યા બાદ પણ કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે ધોરાજીનું વકીલ મંડળ પ્રજાની વહારે આવતા શહેરના પ્રભુત્વ નાગરિકો વેપારીઓ ડોકટરો વકીલો સામાજિક સંસ્થા ઓ ની બેઠક બોલવામાં આવેલ હતી જેમાં સર્વનું મતે તંત્ર ને ઢંઢોળવા માટે રોડ રસ્તા અને ભ્રષ્ટાચાર સામે ખુલી લડાઇ લડવા આજ રોજ બંધ ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકા દ્વારા ગોકળગાયની ગતિએ ચાલતા રોડ રસ્તા,ભૂગર્ભ ગટર જેવા લોકસુખાકારીના  કાર્યોને લઈને શહેરીજનો પરેશાન થઈ જવા પામ્યા હતાં.જેમને લઈને ધોરાજી બાર એશોસીયેશન અને શહેરના વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા આજે શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. શહેર બંધના એલાનને કારણે ધોરાજી શહેરની બજારો વહેલી સવારથી જ ખુલ્લી ન હતી.આ સાથે નગરપાલિકા સામે બંધ પાળીને રોષ વ્યક્ત કાર્યો હતો લોકો એ પણ સદંતર દુકાનો બંધ રાખીને સાથ સહકાર આપ્યો હતો તથા બાવલા ચોક થી સ્ટેશન રોડ ગેલેક્સી ચોક મેઇન બજાર થઈ ને જેતપુર રોડ થઇ ને બાવલા ચોક પર મોટરસાઈકલ રેલી વિશાળ સંખ્યામાં આમ જનતા ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments