ALPESH TRIVEDI – DHORAJI
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મુખ્ય મથક ધોરાજી ખાતે જૈન સમાજના ઇતિહાસમાં સર્વ પ્રથમ વખત જ જૈન જાગૃતિ સેન્ટર તથા તેની મહિલાપાંખ દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ દિવસ નિમિત્તે એક “મહાવીર સંદેશ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદેશ યાત્રા અજરામર સંપ્રદાયના પૂ.ભદ્રતાજી સ્વામી આદિ ઠાણાં – 3 ની નિશ્રામાં નીકળેલી આ મહાવીર સંદેશ યાત્રામાં ધોરાજીનો સમસ્ત જૈન સમાજ ઉમટી પડેલો. સેંકડોની સંખ્યામાં જૈન શ્રદ્ધાળુ આ યાત્રામાં જોડાયા હતા. જૈન સમાજના ગગનભેદી નારાઓથી શહેરના રસ્તાઓ ગુંજી ઉઠેલા ભગવાન મહાવીરના સંદેશાઓ સાથેના બેનરોએ આ યાત્રાનું આકર્ષણ જમાવ્યું હતું.
આ સંદેશ યાત્રા શરાફ બજાર દેરાસરથી શરૂ કરી શહેરના મૂક્યા માર્ગો પર થઈ શ્રી લીંબડી સંઘના ઉપશ્રાએ પૂર્ણ થયેલી. આ તકે પૂ. ભદ્રતાજી સ્વામીએ પ્રેરક વ્યાખ્યાન આપતા જણાવ્યુ હતું કે આપણે બધા ભગવાન મહાવીરના સંતાનો છીએ, આજના આ પવન અને મંગલકારી દિવસે પ્રભુએ આપણે મુખ્યત્વે ત્રણ સંદેશાઓ આપેલા છે, (૧) જીવનમાં સાદું અને જરૂર પુરતું જ બોલવું, (૨) મર્યાદામાં ખોરાક લેવો અને (૩) જરૂર પૂરતી ઊંઘ લેવી અર્થાત જીવન સંયમીત રીતે જીવવું જોઇયે.
આ તકે જૈન જાગૃતિ સેન્ટરના સેંટરલ બોર્ડના કો-ઓર્ડિનેટર અને જે.જે.સી. ધોરાજીના પ્રમુખ લલિતભાઈ વોરાએ જણાવેલુ કે સમગ્ર સૌરાષ્ટ્રમાં કડજ પહેલી વખત જ જન્મકળ્યાંકની પૂર્વ સંધ્યાએ મહાવીર સંદેશ યાત્રાનું આયોજન જૈન જાગૃતિ સેન્ટર ધોરાજી દ્વારા કરવામાં આવ્યું છે. વધુમાં લલિતભાઈ વોરાએ જણાવ્યુ કે જૈન જાગૃતિ સેન્ટર જૈનોના તમામ દીરકાઓને સંગઠિત કરવાના મુખ્ય ધ્યેય સાથે કામ કરી રહે છે. આજની આ મહાવીર સંદેશ યાત્રાના મધ્યમથી સમાજના કોઈ પણ માનવને મહાવીરના સંદેશને જીવનમાં ઉતારી કદાચ જીવન જીવવાની એક સાચી દિશા પ્રાપ્ત થાય તો પણ આજની આ સંદેશ યાત્રા યથાર્થ ગણાશે.
આ મહાવીર સંદેશ યાત્રામાં જૈન જાગૃતિના તમામ પદાધિકારીઓ, કારોબારી સભ્યો લલિતભાઈ વોરા (પ્રમુખ), તેજમભાઇ મહેતા (મંત્રી), હરેશભાઈ શાહ (ઉ.પ્રમુખ), દિલીપભાઇ પરેખ (સહમંત્રી), રમેશભાઈ ડોશી (ખજાનચી) તેમજ ધર્મેશભાઈ શાહ, નિકુંજભાઈ પારેખ, કમલભાઈ મોદી, નગીનભાઈ શાહ, દેવાંગભાઈ સંઘાણી તેમજ જે.જે.સી. પરિવાર સાથે સમસતા જૈન સમાજ વિરભાઈ પ્રમુખ તપગચ્છ જૈન સંઘ, અરુંભાઇ સંઘાણી – પ્રમુખ લીંબડી જૈન સંઘ, જશવંતભાઈ વોરા – પ્રમુખ લોકગચ્છ જૈન સંઘ તેમજ જૈન સમાજ અગ્રણી નગીનભઇ વોરા, રાજેશભાઈ શેઠીયા, રાજુભાઇ બરવિયા, મહેન્દ્રભાઇ ડોશી, જે.જે.સી. લેડીઝ વીંગના શ્રીમતી વિરલબેન પારેખ, લુક એન્ડ લર્ણ તેમજ નિરંજન યુવા ગૃપના સભ્યો તેમજ સમસ્ત જૈન સમાજના સેંકડો ભાઈ બહેનો જોડાયેલા. સંદેશ યાત્રા પછી અલ્પાહાર, પ્રભાવના, શરબત વિગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૈન સમાજ દ્વારા આયોજિત મહાવીર જાણ કલ્યાણ હિત નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી જેમાં ધોરાજીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ગટરોના ગંદા પાણી છલકાઈ સ્ટેશન ઓર્ડ પર ફરી વળતાં હતા, જેમાં ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રાએ દેરાસર જવા માટે સ્ટેશન રોડ પર ગંદા ગટરોના પાણી વચ્ચે ચાલવા મજબૂર થઇ પડ્યું હતું, અન્ય ધાર્મિક અને સાંપ્રદાયક રેલીઓ કે શોભાયાત્રા પ્રસંગે રસ્તાઓ સાફ કરવા નગર પાલિકા કાર્યરત રહેતી હોય છે ત્યારે સભ્ય અને અહિંસા ના ધર્મને લઈને ચાલતા જૈન સમાજની શોભાયાત્રાએ ગટરોના પાણી ખૂંદી નીકળવું પડેલ આથી જૈન સમાજમાં તંત્ર સામે કચવાસ જોવા મળ્યો હતો.