ધોરાજીના સ્ટેશનરોડ સ્થિત જલારામ બેકની દુકાનમા તેમજ ગૌતમ સ્વીટ માર્ટમા રાજકોટ ફુડ એન્ડ સેફ્ટીના અધીકારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ. ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ ફુડના સેમ્પલ લેવામા આવ્યા. દુધની ડેરી બેકરી ફરસાણ અને રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધરાયુ હતુ તેમજ શહેરની ફેક્ટરીમાં પણ અધિકારીઓએ ચેકીંગ હાથ ધરેલ અને સેમ્પલ લીધેલ હતા ચેકીંગ દરમ્યાન ભેળસેળીયા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
હાલ ઉનાળાની રૂતુની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને વાસી ખાદ્ય પદાર્થો બજારમાંથી લોકોને વેપારી પધરાવી દેતા હોય છે જેને લઈને ફુડ પોઈઝનીંગના બનાવો બનતા હોય છે જેના તકેદારીના પગલા રુપે રાજકોટની ફુડ એન્ડ સેફ્ટીના અધીકારીઓએ ચેકીંગ હાથ ધરેલ હતુ અને ફુડના અલગ અલગ સેમ્પલોને સીલ કરી લઈ જવામા આવેલ હતા જેની લેબોરેટરીના પરીક્ષણ દરમ્યાન હકીકત બહાર આવશે એ બાબતની માહીતી અધીકારી ડી.આર. નાંઢાએ આપી હતી.