ALPESH TRIVEDI – DHORAJI
રાજકોટ સરકાર ભલે મહિલા સશક્તિકરણની મોટી-મોટી વાતો કરતી હોય પરંતુ ગુજરાતમાં કાયદાની ઐસી-તૈસી કરી મહિલાઓ ઉપર સરેઆમ અત્યાચાર ગુજારવાના કિસ્સાઓ વધી રહ્યા છે. હાલમાં ધોરાજી ગામની એક આવી જ ઘટના સામે આવી છે. જેમાં એક પુરુષ મહિલાને જાહેર વાળ પકડીને માર મારી રહ્યો છે. કેટલાક લોકો મહિલાને છોડવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ હુમલાખોર એક મોટો પત્થર ઉપાડી મહિલાને મારવાની કોશિશ કરે છે. જો કે સ્થાનિક લોકો મહામહેનતે મહિલાને બચાવવામાં સફળ થાય છે. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની ચિસ્તીયા કોલોનીની આ ઘટનામઘટનામાં બન્યું એમ કે, સ્થાનિક મહિલા શાયનાબેન સાજીદ મેમણને અઝીમ બકાલી નામનો એક શખ્સ વાળ પકડીને સરેઆમ મારી રહ્યો છે. મહિલા નીચે પડી જવા છતાં તે અટકતો નથી અને મારવાનું ચાલુ રાખે છે. આટલો માર માર્યા છતાં તે સંતુષ્ટ થતો નથી., અને મોટો પથ્થર ઉપાડી મહિલાને મારવાની કોશિશ કરે છે. જો કે સ્થાનિક લોકોની દરમિયાનગીરીને કારણે તે શખ્સ મહામહેનતે રોકાય છે. આટલું કર્યા બાદ પણ આ શખ્સ નફ્ફટાઈથી સામે જ ઊભો પણ રહે છે. ધોરાજી શહેરની ચિસ્તીયા કોલોનીમાં ધોળે દિવસે બનેલા આ બનાવની વિગત એવી છે કે, નશો કરવાની ટેવ વાળા અઝીમ બકાલીએ રવિવારે પાડોશમાં રહેતા શાયનાબેન પાસેથી દારૂ પીવા માટે રૂપિયા 2000ની માંગણી કરી હતી, પરંતુ શાયનાબેને ઇન્કાર કરતા અઝીમ બકાલીએ ગુસ્સો કરી શાયનાબેનના ગળામાંથી સોનાનો ચેન ખેંચી લેતા, શાયનાબેને પ્રતિકાર કરી બુમ પાડતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જેને લઈને નશામાં ચૂર બનેલા અઝીમ બકાલીએ શાયનાબેન ઉપર હુમલો કરી વાળ પકડી આડેધડ માર માર્યો હતો પરંતુ સદનસીબે એકઠા થયેલા લોકોએ શાયનાબેનને બચાવી લેવા હતાં ત્યારબાદ પહેલાં ધોરાજી અને ત્યાથી જુનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થ તાત્કાલીક ખસેડવામાં આવ્યા હતા શાયનાબેનની ફરીયાદનાં આધારે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે હાલ દારૂ પીવા માટે રૂપિયા 2000ની માંગણી કરી ફરાર છે પીએસઆઇ પરગડુ સાહેબ વધું કાર્યવાહી કરી રહ્યા છે હાલ ધોરાજી માં કાયદો વ્યવસ્થા ખોળવાઇ ગયેલી હોય જેથી માથાભારે તત્વો બેફામ બન્યા છે જેથી લોકો માંગ ઉઠી છે કે કોઈ સારાં અને કડક પોલીસ અધિકારીની નિમણુંક કરવામાં આવે.