ALPESH TRIVEDI – DHORAJI
રક્ષાબંધન એટલે સંસ્કૃતિનું પાવન પર્વ શ્રાવણ સુદ પૂનમે આવતું આ પર્વ બહેને ભાઇ પ્રત્યે, નિર્મળ, નિષ્પાપી ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે. રક્ષા બાંધતી વખતે બહેન શુભેચ્છાઓ પાઠવતાં એવી આશા રાખે છે કે ભાઇ તો બહેનની રક્ષા કરશે જ. પરંતુ બહેનની શુભેચ્છાઓ પણ મૂક નથી. એ પણ જાણે બોલી ઉઠે છે કે, ‘આ રક્ષા તારા જીવનરાહમાં તારું રક્ષણ કરો.’ આ પ્રસંગે ભાઇ-બહેનની એકબીજા પ્રત્યેની લાગણી, ફરજ અદા થાય છે. ભાઇના રક્ષણ નીચે બહેન સમાજમાં નિર્ભયતાથી ફરી શકે એ દ્રષ્ટિએ ભાઇને માથે કેટલી મોટી જવાબદારી છે! બહેનને ભાઇના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન નથી પણ હૃદયનું બંધન છે ત્યારે ધોરાજીના પોલીસ અધિકારી તથા જેલમાં જે આરોપીઓ પોતાનાં ઘરથી દુર હોય તેઓને આજે બહેનો એ રક્ષા બંધન નિમિતે રાખડી બાંધી હતી અને લાંબુ આયુષ્ય મળે તેવાં આર્શીવાદ પણ પાઠવ્યા હતા. ધોરાજીમાં પણ રક્ષા બંધન નિમિતે તમામ બહેનોએ પોતાનાં ભાઈઓએ રક્ષા બંધનના પવિત્ર તહેવારમાં રાખડી બાંધી હતી.