ALPESH TRIVEDI – DHORAJI
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મુખ્ય શહેર ધોરાજી ખાતે લઘુઉદ્યોગ ભારતીનો સેમિનાર યોજાયો તથા પ્લાસ્ટીક એશો. તથા ઉદ્યોગકારોને પણ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હત હતા. લઘુઉદ્યોગ ભારતી દ્વારા આગામી એપ્રીલ મહીનામાં રાજકોટ મુકામે ઈન્ડિયા ઈન્ડફેરનું આયોજન કરવામાં આવવાનું હોય તેનો લોન્ચીંગ પ્રોગ્રામ ધોરાજીના ગાંધીવાડી ખાતે કરવામાં આવેલ. તજજ્ઞોએ લઘુઉદ્યોગકારોને આ ફેરમાં ભાગ લેવાં તથા લઘુઉદ્યોગને પ્રોત્સાહન મળે અને સરકાર દ્વારા મળતી સબસીડીનો લાભ મળે અને લઘુઉદ્યોગનો વિકાસ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ આ તકે પ્લાસ્ટીક એશો. તથા ઉદ્યોગકારો તથા બહારગામથી પધારેલા મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં. આ લઘુઉદ્યોગ ભારતી સેમિનારમાં નાનાં તથા મોટાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહયાં હતાં અને ત્યાર બાદ ભોજન સમારંભ પણ યોજાયો હતો.