જુનાગઢ જિલ્લાના ધોરાજીમાં આવેલ લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે પુષ્ટિસંસ્કારધામ નિર્માણ સહયોગ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં જુનાગઢ મોટી હવેલીના ગોસ્વામી કિશોરચંદ્ર મહારાજશ્રી તેમજ મોટી હવેલી જુનાગઢના ગોસ્વામી પિયુષબાવા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આ કાર્યક્રમમાં પુષ્ટિસંસ્કાર પાઠશાલાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોસ્વામી પિયુષ બાવાશ્રી વંચનામૃત પુષ્ટિસંસ્કારધામ નિર્માણ સહયોગના દાતાશ્રીઓનું કરવામાં આવ્યું હતું. સન્માન પુષ્ટિસંસ્કારધામ નિર્માણ મહોત્સવના આયોજન માટે ૧૦, ૧૧ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ખાતમુહૂર્ત કરી નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત પુષ્ટિસંસ્કાર પાઠશાળાના બાળકો ગોસ્વામી પિયુષ બાવાના તેમના સાનિધ્યમાં પાઠશાલા માધ્યમિક પ્રાપ્ત કરેલા સંસ્કારની અભિવ્યક્તિ કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી દિવ્યતાનું દર્શન કરાવશે. આ તકે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા ભરતભાઈ સોજીત્રા, રાજુભાઈ હિરપરા, વિપુલ ઠેશિયા, હેમંતભાઈ પાંસુરીયા, રાજુભાઈ પેથાણી, પિયુષભાઈ બાબરીયા તથા પી.સી ગુંદાણીયા સહિતના ધોરાજી તેમજ અન્ય વિસ્તારોના વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.
ધોરાજીમાં લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે પુષ્ટિસંસ્કારધામ નિર્માણ સહયોગ ઉત્સવ ઉજવાયો
RELATED ARTICLES


