ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજીમાં પ્રકૃતિની સાન સમાન અને વૃક્ષ પ્રેમીઓ જ્યાં વસે છે એવું શહેર ધોરાજી, જેમને સૌરાષ્ટ્ર ભરમાં પ્રકૃતિના જતન કરવા બદલ ખુબ નામના મેળવી છે ધોરાજીમાં વૃક્ષો ખુબ જ વધુ સંખ્યામાં છે અને આજથી વર્ષો પહેલા વડવાઓએ પ્રકૃતિની શોભા વધારવા માટે વૃક્ષો વાવેલ અને યુવાઓએ હજુ સુધી વૃક્ષોનું જતન કરેલ હતું
પરંતુ પ્રકૃતિ પ્રેમમાં ધોરાજીના ઘણા લોકો વિધ્નસંતોષી બન્યા છે પ્રકૃતિનું જતન કરવાને બદલે પ્રકૃતિને નામશેષ કરવાની મનઘડત રીતો અપનાવી રહ્યા છે
વાત છે ધોરાજી ની કે આજકાલના પત્રકાર એ પ્રકૃતિ પ્રેમી વયોવૃદ્ધ ગંભીરસિંહ વાળા સાથે ખાસ વાતચીત કરેલ હતી આટકે ગંભીરસિંહ વાળાએ ધોરાજીની પ્રકૃતિ અને પર્યાવરણને શુદ્ધ રાખતા વૃક્ષો વિષે માહિતી આપી હતી જેઓએ જણાવેલ કે ધોરાજીમાં રાજા શર ભગવતસિંહજીના રાજમાં વૃક્ષો વાવવાની અનોખી પરંપરા હતી ખાસ કરીને વૃક્ષોનું સારી રીતે ઉછેર કરનારને ભગવતસિંહજી બાપુના વરદ્ હસ્તે સન્માન પણ થતા હતા જયારે ધોરાજી ખાતે વૃક્ષ પ્રેમીઓએ લીમડાના વૃક્ષો ખુબજ મોટા પ્રમાણમાં વાવેલ હતા જેના પરિણામ રૂપે ધોરાજીનું વાતાવરણ ખુબજ શુદ્ધ અને નિરોગી ગણાતું હતું પણ ગંભીરસિંહ વાળાએ જણાવેલ કે હાલમાં ધોરાજીમાં વૃક્ષોનું સરેઆમ નીકંદન થઇ રહ્યું છે શહેરમાં ઠેર ઠેર વૃક્ષો કાપી અને લોકો લાકડા વેચી મારવાનું પણ ભયંકર કૌભાંડ ચલાવી રહ્યા છે શહેરની મધ્યસ્થીમાં ગેલેક્ષી ચોક પાસે આવેલ એક ખાનગી પ્લોટમાં આવેલ અંદાજિત ૧૦૦ વર્ષ જૂનું ઐતિહાસિક ગણાતું લીમડાનું વૃક્ષ કોઈ અજાણ્યા ઈશમો દ્વારા તોડી પાડવામાં આવેલ છે અને તેજ સ્થળે અન્ય જગ્યાએથી પણ વૃક્ષો કાપી અને લઇ આવી અને લાકડા વેચી મારવાનું કૌભાંડ ચાલી રહ્યું છે
આ કૌભાંડ વિષે અધિકારીઓ પણ જાણકાર હોઈ તેવું ધોરાજીના લોકોનું કહેવાનું છે વૃક્ષોના લાકડાઓ ખુબજ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યા હોવાની રાવ પણ ઉઠી છે
આ બાબતે ધોરાજીના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર શહેરમાં ઠેર ઠેર વૃક્ષો કાપી નાખવામાં આવે છે જેથી પ્રકૃતિ પ્રેમીઓમાં અને જાગૃત નાગરિકોમાં ખુબજ રોષની લાગણી જોવા મળી રહી છે
વૃક્ષો કાપનાર લોકો સામે ધોરાજીના જવાબદાર અધિકારીઓ સ્થળ પર જઈ રોજકામ કરી અને જવાબદારો સમક્ષ તાત્કાલિક પગલાં લે તેવી લોક માંગ ઉઠી છે