ALPESH TRIVEDI – DHORAJI
શ્રાવણ વદ એકમ એટલે મહાદેવજીનો પ્રિય એવો પવિત્ર શ્રાવણનો પ્રારંભ શિવજીને અતિ પ્રિય એવાં પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ધોરાજીનાં દરેક શિવાલયોમાં સવારથી જ શિવ ભકતોની ભારે ભીડ જોવા મળી હતી દરેક શિવાલયોમાં હર હર મહાદેવના નારા સાથે મંદિરો ગૂંજી ઉઠ્યા હતા. ધોરાજીમાં અનેક જગ્યાએ શિવ મંદિરો આવેલા છે. જેમાં જમનાવડ રોડ પર કષ્ટભંજન મહાદેવ તથા રામેશ્વર મહાદેવ મંદિર, તો અન્ય વિસ્તારમાં બીલેશ્વર મહાદેવ, પંચનાથ મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર તેમજ જાડેશ્વર મહાદેવ, નિલકંઠ મહાદેવ, જાગનાથ મહાદેવ મંદિર, હાટકેશ્વર મહાદેવ તથા આજુબાજુના મુસ્લિમ વિસ્તારોમાં આવેલ જીણેશ્વર મહાદેવ મંદિર તથા સુખનાથ મહાદેવ મંદિર, ફુલેશ્વર મહાદેવ મંદિર આવેલા હોય તેવા તમામ શિવાલયોમા શિવભકતો ઉમટી પડયા હતા. દર્શન માટે દરેક શિવાલયોમાં હર હર મહાદેવ અને ઓમ નમ: શિવાયનાં નારા થી વાતાવરણમાં પવિત્રતા છવાઈ ગઈ હતી. દરેક શિવાલય ફુલહાર તથા વિવિધ રોશની દ્વારા ઝગમગાટ જોવા મળ્યા હતાં. શિવને રીઝવવા માટે બીલી અને દુધ થી અભિષેક કરતાં ભક્તોની ભીડ જોવા મળી હતી.