ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજીમાં હાફિઝ અવેશ સાહેબએ ઈદુલ ફિત્રની વિશેષ નમાઝ અદા કરાવી નમાઝ બાદ દેશમાં અમન શાંતિ માટે દુઆ કરાઈ અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ મુસ્લિમોને આપી ઈદની મુબારક કહી ત્યારબાદ મુસ્લિમોએ એક બીજાને ગળે મળી આપી ઈદની મુબારકબાદ આપી. ધોરાજી માં રસુલપરા ખાતે આવેલ ઇદગાહ ખાતે ઈદુલ ફિત્રની વિશેષ નમાઝ અદા કરાવી હતી ઈદની વિશેષ નમાઝ અદા કરાવીયા બાદ મુસ્લિમોએ એક બીજાને ગળે મળી અને ઈદની મુબારક બાદ પાઠવેલ હતી અને નમાઝ બાદ દેશમાં અમન શાંતિ અને ભાઈચારા માટેની અને ખાસ કરીને સારા વરસાદ માટે અને દેશ આપત્તિઓથી બચે તે માટે પણ હાફિજ અવેશસાહેબે ખાસ દુઆ કરેલ હતી અને હાફિજ અવેશ સાહેબે જણાવેલ હતું કે ઇસ્લામમાં ઉચ-નીચ અને આંતકવાદને કોઈ સ્થાન નથી એમ જણાવેલ હતું. સમગ્ર વિશ્વ જયારે આંતકવાદના ભયંકર ખતરા વચ્ચે જીવી રહ્યું છે ત્યારે ઇસ્લામ અમન શાંતિ અને સાથે દેશ પ્રેમનો સંદેશ પણ આપે છે ઈદ મિલન નિયમિતએ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ મુસ્લિમોને ઈદની મુબારકબાદ પાઠવી હતી ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર અવસર નિમિત્તે જસુમતિબેન કોરાટ, કેપી માવાણી, હરકિશન માવાણી, રણછોડભાઈ કોયાણી, દિનેશ વોરા, વિક્રમ વઘાસીયા, લલિતભાઈ વસોયા, વિઠ્ઠલભાઈ હીરપરા, PCVCL ના રાદડીયાસાહેબ તથા પોલીસ અધિકારીમાં DYSP પાટીલસાહેબ તથા ધોરાજી PSI વાળાસાહેબ તેમજ હિન્દુ મુસ્લીમ આગેવાનોમાં સૈયદ હાજી ઈક્બાલબાપુ કાદરી, સૈયદ શફીમિયાબાપુ બુખારી, સૈયદ કયુમબાવા શિરાજી, મુફ્તી નવાઝ સાહેબ, સૈયદ શકીલબાપુ શિરાજી, મુસ્લિમ સમાજના આગેવાન હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી, ધારાશાસ્ત્રી અમીનભાઈ નવીવાળા, હાજી અફરોજભાઈ લકડકૂટા, યુસુફભાઇ નવીવાલા, શાહનવાઝભાઈ, રિયાઝભાઈ, દાદાની બકાલી, હાજી યામીન ઝુનઝુનીયા, હુસેન કુરેશી વગેરે લોકોને મુબારક બાદ પાઠવી છે.