ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજી આજ સુધીનો 786 મીમી અને રાત્રે 8 થી સવાર સુધીનો 50 મીમી વરસાદ નોંધાયા હતા ઠેરઠેર પાણી ભરાયાં નવાં નીર ઉપર વટ થી આવવાને લીધે નીંચાણવાળા વિસ્તારોમાં ભાદર 2 ડેમ પાટીયાં ખોલાવાની જરૂર પડે તો તે વિસ્તારોને એલર્ટ રખાયાં છે
ધોરાજીમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ, શહેરમાં જળ બમ્બાકાર સ્થિતિ જોવા મળી ધોરાજીમાં ગતરાત્રિ એ ધીમીધારે વરસાદ વરસ્યો હતો અને આજરોજ વહેલી સવારથી જ મેઘરાજાએ એમનો ખાસ મૂડ બનાવીયો હતો અને ધોરાજી શહેર પર મન મૂકી વરસી પડયો હતા એક કલાકમાં એક ઇંચ વરસાદ પડી જતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તારો જેવા કે નદી બજાર પીરખા કુવા ચોક ત્રણ દરવાજા અને વોકરકાઠે ભૂતનાથ મંદિર વિસ્તારમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા જયારે ઉપરવાસમાં વરસાદને કારણે ધોરાજી નજીક ભૂખી ગામ ખાતે આવેલ ભાદર-૨ ડેમમાં પાણીની ધીંગી આવક શરૂ થઇ છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને ભાદર-૨ ડેમ ના ૩ પાટિયાઓ અડધો ફૂટ ખોલાયા છે અને ધોરાજીની શફુરા નદી પર બે કાંઠે વહેવા લાગી છે અને પુલ પરથી પાણી નીકળવા લાગ્યુ છે.