ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજી માં પણ આજે ધોરણ 10 બોર્ડ અને 12 માં ધોરણ ની પરીક્ષાઓ નો પ્રારંભ થયો ધોરાજી ખાતે વાલીઓ પોતાના પુત્ર -પુત્રી સાથે ઉપસ્થિત જોવા મળ્યા હતા. પરીક્ષા માં બાળક હેમખેમ રીતે શાંતિ પૂર્ણ રીતે પરીક્ષા આપે તે હેતુ થી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પરીક્ષા દરમ્યાન રીલેક્સ થઈને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને તમામ પરીક્ષા કેન્દ્રો સીસી ટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવે છે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ લઇ જવા પર પ્રતિબંધ છે હાલ પરીક્ષા ચાલું થઇ ગઇ છે જોવાંનું રહયું કે તંત્ર એ જે કેન્દ્રમાં સીસીટીવી અથવા ટેબલેટ કેટલાં કાર્યરત છે ખામી કે ફરીયાદ છે કે કેમ તેતો આવનારો સમય જ બતાવશે ધોરાજી લેઉવા પટેલ કેળવણી મંડળ દ્વારા જે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે આવેલ છે તેઓને ખુબ જ સરસ વ્યવસ્થા અને શાંત વાતાવરણ ઉભું કર્યું છે.
ધોરાજીમાં એસએસસી અને એચએસસી બોર્ડના વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા હિન્દૂ મુસ્લિમ આગેવાનો એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાનું પ્રારંભ તા ૧૫ ના રોજ થી થનાર છે. બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિધાર્થીઓ કે જેઓ પરીક્ષા આપનાર છે જે માત્ર પરીક્ષા નહીં પણ ભારતના ભાવિ નું એક નવકદમ તરફનું નિર્માણ પણ કહી શકાય બોર્ડ ની પરીક્ષા આપનાર તમામ વિધાર્થીઓ ને મુસ્લિમ આગેવાન હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી એડવોકેટ નોટરી અમીનભાઈ નાવીવાલા બિલ્ડર અફરોજભાઈ લકડકૂટા પત્રકારો માં અલ્પેશ ત્રિવેદી મુનાફ બકાલી નયન કુહાડીયા કિશોર રાઠોડ યશવંત દલસાણીયા તથા સૈયદ માજિદમિયબાપુ રજાકભાઈ ઘોડી તથાપાસ ના કન્વીનર લલિતભાઈ વસોયા શહેર કોંગ્રેશ પ્રમુખ દિનેશભાઇ વોરા ગંભીરસિંહ વાળા એડવોકેટ કાર્તિકેય પારેખ અજીતાબેન વ્યાસ જીઇબી ના સલીમભાઇ પાનવાળા વગેરે એ બોર્ડ ની પરીક્ષા આપનાર તમામ વિધાર્થી ઓ ને સુભેક્સા પાઠવી છે અને બોર્ડ ની પરીક્ષામાં સારા રેન્ક મેળવી અને સમગ્ર વિશ્વ માં આપણા દેશનું નામ રોશન કરે અને ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી છે :