ALPESH TRIVEDI – DHORAJI
સમગ્ર દેશમાં હાલમાં એક ટેક્સ તરીકે જી.એસ.ટી ટેક્સ દાખલ કરવામાં આવેલ છે. જેમાં વેપારીઓ, ઉદ્યોગકારો, નાનાં મોટાં ધંધાર્થીઓને તકલીફ પડે તેવી જટીલ પ્રક્રીયા હોય જેથી સમગ્ર દેશના વેપાર ધંધાર્થીઓએ વિરોધ કરેલ છે. મોટા ભાગના માર્કેટીંગ યાર્ડ પણ અચોક્કસ મુદત માટે બંધ છે આવા સંજોગોમાં સુરત ખૂબ જ મોટા પ્રમાણમાં કાપડ ઉદ્યોગ ધંધા માટે સંકળાયેલ શહેર છે. જેના વેપારી ઓ દ્વારા શાંતિ પૂર્વક જી.એસ.ટી. નો વિરોધ કરવા માટે એકત્રીત કરવા માટે થયેલ હતા જેમાં સ્થાનિકોના કહેવા મુજબ ભાજપ સરકાર દ્વારા આદેશ આપી પોલીસ મારફત માર મારવામાં આવેલ હતો. મોટી ઉંમરનાં લોકોને પણ ઢસડીને માર મારવામાં આવેલ હતો. સમગ્ર બનાવની હકીકત સરકાર સુધી પહોંચી ગયેલ છે. પરંતુ આજદીન સુધી આ દમન કરનાર પોલીસ તેમજ આદેશ આપનાર સંસદ સભ્ય સામે કોઈ કાર્યવાહી થયેલ નથી.
લોકોને બંધારણમાં મળેલી સ્વતંત્રા ઉપર સરકારનાં નિર્ણય સામે વિરોધ કરવાનો જનતાનો બંધારણિય અધિકાર છે. આ અધિકાર ઉપર તરાપ મારી લોકશાહીનું ખૂન કરવામાં આવેલ છે. જેથી જવાબદાર સામે સી.બી.આઇ. મારફત તપાસ કરાવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ કરવામાં આવી હતી આ તકે દિનેશ વોરા કોંગ્રેસ પ્રમુખ ધોરાજી, વિક્રમ વઘાસીયા, ચિરાગ વોરા, મનોજ માણવરીયા, ભાવેશ ભટ્ટ, વિઠ્ઠલભાઈ હીરપરા, આશીષ જેઠવા, નૂરમામદભાઈ કારવાં, ભાવેશભાઇ બાબરીયા તથા જેવાં અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.