ALPESH Trivedi – ઘોરાજી
ધોરાજી, જુનાગઢ ખાતે બ્રહ્મસમાજ આયોજીત ભવ્ય રાસ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર થી પધારેલા નરેન્દ્રભાઈ મોદી વિચાર મંચ બક્ષીપંચ મોરચાનાં પ્રમુખ નરેન્દ્રસિંહ ખાચર તથાં ગુજરાત ગ્રામીણ પત્રકાર સંઘનાં પ્રમુખ રણજીતભાઈ વાલા તથાં જુનાગઢ કેડ સેન્ટરનાં વૈભવ ચોક્સી તથાં તેમની ટીમ જુનાગઢ બ્રહ્મસમાજ તથાં સંગીતાબેન લાબડીયા (ભજનીક કલાકાર) નાં આમંત્રણને માન આપીને જુનાગઢનાં બ્રહ્મસમાજ આયોજીત ભવ્ય રાસ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને બક્ષીપંચ મોરચા નાં પ્રમુખ નરેન્દ્રસિંહ ખાચર તથાં મહાનુભાવો સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે તલવાર અને મોમેન્ટો તથાં સન્માન પત્ર આપીને બધાં જ આમંત્રિત મહાનુભાવોના હર્ષભેર સ્વાગત સન્માન કરવામાં આવેલ, ત્યારે જુનાગઢ સમસ્ત બ્રહ્મસમાજનો નરેન્દ્રસિંહ ખાચરે અભિવાદન કર્યું હતું અને આભાર વ્યકત કર્યો હતો સંગીતાબેન લાબરીયા (ભજનીક ગાયક કલાકાર) ને શ્રી નરેન્દ્રસિંહ ખાચરે પોતાની દિકરી કરતાં પણ વધારે માનીને ગાંધીનગર થી જુનાગઢ સંગીતાબેન લાબરીયાનાં આમંત્રણને માન આપીને આ કાર્યક્રમમાં પધાર્યા હતા અને બ્રહ્મસમાજને નરેન્દ્રસિંહ ખાચરએ એવી ખાત્રી આપી હતી કે ગાંધીનગર કે કોઈ પણ કામ પડે તો નરેન્દ્રસિંહ ખાચર સમસ્ત બ્રહ્મસમાજની ગમે ત્યારે પડખે ઉભા રહેશે આ આમંત્રણ અને સન્માન બદલ આભાર વ્યકત કર્યો હતો