ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજી પોલીસ પી.એસ.આઇ. પરગડુ તથા અન્ય સ્ટાફ સાથે ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે વિદેશી દારૂનો વેપલો ચાલતો હોય તેવી બાતમીના આધારે ત્યાનો રહેવાસી પુનીત ઉર્ફે વિપુલ ઉર્ફે જોન્ટી બગડાને ત્યાં રેડ પાડવા માટે ગયેલ હોય અને જામકંડોરણાના પી.એસ.આઇ. ખેર સાહેબ તથા પોલીસ સ્ટાફ સાથે જામકંડોરણાના પ્રોહીબીશન ગુન્હામાં વોન્ટેડ હોય તે પણ સ્થળ પર પહોંચ્યા હતાં ને ઝાંઝમેર રહેતાં પુનીત ઉર્ફે વિપુલ ઉર્ફે જોન્ટી બગડાનાં મકાનનાં ભોયરામાં તપાસ કરતાં વિદેશી દારૂ નંગ 111 કિંમત રુપિયા 33300/- નો મુદ્દામાલ મળી આવેલ અને મુખ્ય શખ્સ ત્યાંથી નાશી છુટ્યો હતો ધોરાજી તાલુકાના નાનાં એવાં ગામમાં વિદેશી દારૂનો વેપલો ચાલતો હોય તેવી બાતમીના આધારે ધોરાજી પોલીસે રેડ પાડતાં મોટી સફળતા મળી હતી ગુજરાતમાં દારૂ બંધી હોય ને તેમ છતાં દેશી વિદેશી દારૂના હાટડા ચાલતાં હોય ત્યાંરે સરેઆમ કાયદાનાં લીરેલીરા ઉડી રહયાં છે. તે માટે જવાબદાર કોણ? તે એક વિકટ પ્રશ્ન છે જેનો ઉકેલ લાવી શકાશે ખરો?